વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ મંદિર ભોગાવા નદીના કાંઠે આવેલું છે. જે વાઘેલા ગામથી લાવેલા પથ્થરો દ્વારા બનાવાયુ છે.આ મંદિરના તાબામાં ધ્રાંગધ્રા અને અમદાવાદના મંદિર પણ નિર્માણ પામ્યા છે. વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્રપ્રસાદજીના આશિર્વાદથી અને આજ્ઞાથી ભોજનાલય અને સંત આશ્રમનું નિર્માણ પૂર્ણ થયું છે. આ કુંજવિહારી ભોજનાલય અને સંત આશ્રમનું ઉદ્ઘાટન 1 જુલાઇના રોજ થયું હતું.આ તકે આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી, આચાર્ય હ્દયેન્દ્રપ્રસાદજી, વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી, કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ હતી. વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં આધુનિક ભોજનાલય બનાવાયું છે. જેમાં એક સાથે 10 હજાર હરીભક્તો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ ભોજનાલયમાં હરિભક્તો અને સંતો માટે વિનામૂલ્યે ભોજન અપાશે. આ ઉપરાંત 5 હજાર મહિલા અને 5 હજાર પુરૂષો ભોજન આપી શકાય તેવ આયોજન પણ ભોજનાલયમાં કરાયું છે.વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ સ્વામીની સાધુ સંતો માટે કાંઇક કરવાની ઇચ્છા હતી.ત્યારે વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં સંત આશ્રમ બનાવાયો છે. આ સંત આશ્રમમાં હોસ્પિટલાઇઝની વ્યવસ્થા છે. કોઇ સાધુ સંતને આશ્રમમાં રહીને સારવાર કરી શકે તે માટે ડોક્ટર, દવા અને ઓક્સીજન સહિતની સુવિધા રખાઇ છે.આ ઉદ્ધઘાટનમાં રાજ્યભરમાંથી 10હજાર હરિભક્તો ઉમટી પડ્યા હતા.