લીંબડી હાઈ-વે પર દેવપરા ગામના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર અકસ્માતનો વણથંભી વણઝારનો સિલસિલો અટકવાનું નામ નથી લેતી. રાજસ્થાનના અલવાર જિલ્લાના બેહરોર થાણા તાલુકાના અજમેરપુર ગામના પ્રદિપકુમાર શિવચંદ્ર ચોધરી લીંબડી હાઈ-વે પર દેવપરા ગામના બોર્ડ પાસે આવેલ ગોપાલ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક ઊભી રાખી હતી.ત્યારે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના હાથીયાડેલીમાં રહેતા મલ્લાભાઈ દલ્લાભાઈ ભાભોર પોતાની કાર તેજ ગતિથી અને ગફલતભરી રીતે ચલાવી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાવી હતી. ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મલ્લાભાઈ ભાભોર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પાણશીણા પોલીસ મથકના પ્રકાશભાઈ ચિહલા, હિતેશભાઈ ઝરમરિયા બનાવના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મલ્લાભાઈને સારવાર અર્થે લીંબડી સિવિલ હૉસ્પિટલે ખસેડયા હતા. જ્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા...
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા: ડીસા માર્કેટયાર્ડ ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો...
Benefits of Aloe vera: एलोवेरा के जादुई फ़ायदे | Health tips
Benefits of Aloe vera: एलोवेरा के जादुई फ़ायदे | Health tips
ડીસા થી માઉન્ટ આબુ અર્બુદા માતાજીનો પગપાળા સંઘ નીકળ્યો
ડીસા થી માઉન્ટ આબુ અર્બુદા માતાજીનો પગપાળા સંઘ નીકળ્યો
উত্তৰ গুৱাহাটী আৰক্ষীৰ আলহী আণ্ডাৰ মেট্ৰিক চিকিৎসক নৰবাৰীৰ আব্দুল হাবিব #news24update #news #views
উত্তৰ গুৱাহাটী আৰক্ষীৰ আলহী আণ্ডাৰ মেট্ৰিক চিকিৎসক নৰবাৰীৰ আব্দুল হাবিব #news24update #news #views
દાહોદ જિલ્લાના ઝાલોદ કોંગ્રેસ ના કાર્યકર્તા દ્રારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ કોંગ્રેસ ના કાર્યકર્તા દ્રારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું