પાટડીના છત્રોટ ગામે ખેતરમાં વરસાદના પાણીના નિકાલ બાબતે પારિવારિક ધીંગાણું ખેલાયું હતુ. આ ઝઘડામાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા છત્રોટ ગામના કુલ ચાર લોકો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકામાં છેવાડે આવેલા છત્રોટ ગામ ખેતરમાંથી વરસાદના પાણીના નિકાલ બાબતે ધીંગાણું ખેલાયું હતુ. જેમાં છત્રોટ ગામના મેરુભાઈ છગનભાઈ દેથળિયા દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના સીમ ખેતરમાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરી ખેતરે કામ કરવા ગયા હતા. ત્યાં મેરુભાઈનો મોટો દીકરો નરસિંહ ઉર્ફે રમેશ તેનો દીકરો જશવંત તથા સંજય અને નરસિંહના પત્ની લક્ષ્મીબેન ચારેય જણા તેઓ પાસે જઈને ખેતર જમીનમાંથી પાણી નિકાલ બાબતે વાત કર્યા બાદ ઉશ્કેરાઈ જઇ ઝઘડો કરવા લાગ્યા હતા.જેથી નરસિંહભાઈ દ્વારા મેરુભાઈને લાકડી વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો. તથા તેના દીકરા સંજય અને જશવંત દ્વારા પણ ઢીકાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. મેરુભાઈનો દીકરો દીવાન અને પત્ની ગીતાબેન વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ બરડામાં માર માર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કરતા મેરુભાઈને તથા તેઓના દીકરા દીવાનભાઈને વધુ વાગ્યું હોય જેથી સારવાર માટે દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જ્યા ડોક્ટર દ્વારા ચેક કરતા ખંભાથી નીચેના ભાગે મેરુભાઈને ફ્રેકચર થયેલ હોવાનું જણાવ્યું હતુ. તથા દીવાનભાઈને ખભાથી નીચેના ભાગે ફ્રેકચર થયું હોવાનું જણાવ્યું હતુ. જેથી ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાનું કહેવામાં આવ્યું હતુ. જેથી મેરુભાઈ દ્વારા દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસે હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાંબુઘોડાના પોયલી ગામના વન રક્ષકની કેમ કરાઈ હતી હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો, વાંચો સંપૂર્ણ અહેવાલ એક કલિકમાં
જાંબુઘોડા તાલુકાના કોઠી પોયલી ગામે બે દિવસ અગાઉ વન રક્ષકની થયેલ કરપીણ હત્યાના ભેદ પરથી ગણતરીના...
ખંભાત શહેર કોંગ્રેસની 'ભારત જોડો' અંતર્ગત ભવ્ય બાઇક રેલી.
ખંભાત શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ નિમિત્ત 'ભારત જોડો' અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું...
PM Modi, BJP पर RSS Chief Mohan Bhagwat क्यों बयानबाजी कर रहे? अंदर की कहानी Netanagri में समझ आई!
PM Modi, BJP पर RSS Chief Mohan Bhagwat क्यों बयानबाजी कर रहे? अंदर की कहानी Netanagri में समझ आई!
सबसे बड़े अपडेट के साथ लॉन्च होगी iPhone 17 Series, अभी से सामने आने लगी खूबियों की डिटेल
iPhone 16 सीरीज को लॉन्च हुए ज्यादा वक्त नहीं बीता है। इसके लॉन्च के कुछ समय बाद ही एपल की...
वृध्द का शव पेड़ पर लटकता मिला मामला आजमगढ़।
जनपद आजमगढ़ के थाना कप्तानगंज में,वृद्ध का शव पेड़ पर लटकता मिला।मालूम होकि जनपद आजमगढ़ के थाना...