પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા ગાંધીનગરનાઓદ્રારા તા.૦૧/૧૦/૨૨ થી તા.૧૫/૧૦/૨૦૨૨ સુધી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય,જે અન્વયે મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી, એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ હેડ કોન્સ. બી.એમ.વાળા તથા સર્વેલન્સ સ્કોડના HC બી.એસ.ચોવટીયા તથા ટાઉન બીટના પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ તથા પોલીસ સ્ટાફ દ્રારા પંચમહાલજિલ્લાના ગોધરા તાલુકા પો.સ્ટે.માં ફસ્ટૅ ગુ.ર.નં.૧૦/૨૦૧૮ આઇપીસી કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ તથા પોકસો અધિ-નિયમ મુજબના કામે પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા પાંચ વષૅથી નાસતા ફરતાં આરોપીને ભોગ બનનાર સાથે રાજુલા ટાઉનમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પો.સ્ટે.ને સોપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત-*
(૧) જેસીંગભાઇ ઉર્ફે ’’ કાળુ ’’ લક્ષ્મણભાઇ ડાભી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.રાજુલા છતડીયા રોડ,એસ.ટી વર્કશોપ પાસે
મુળ ગામ.બેટીયા ડાભી ફળિયુ તા.ગોધરા જિ.પંચમહાલ
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.