સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર આવેલ હોટલ, ઢાબાની આડમાં ચોરી છુપીથી પેટ્રોલીયમ પેદાશો, કેમીકલ વિગેેરેનું સ્ટોરેજ, વેચાણ સંગ્રહની ગેરકાયદેસરની પ્રર્વતિ થતી હોય તે શોધી કાઢી આવી ગુનાહિત પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ સુચના આપી ટીમ સાથે સાયલા પો.સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ. પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવી સાયલા ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર વખતપર બોર્ડની સામે આઇ.ટી.આઇ.ની બાજુમાં આવેલ.રાધે હોટલમાં છાપો મારી આરોપીઓ હોટલ સંચાલક તથા ટેન્કર જીજે ર7વી 9661 વાળીના ડ્રાઇવરને ટેન્કર માલીક સાથે વિશ્ર્વાસઘાત કરી માલીકની જાણ બહાર ટેન્કરના સીલ તોડી સદર ટેન્ડરમાંથી ડીઝલ ચોરી કરી ગુનો કરવામાં એકબીજાની મદદ કરી રેઇડ દરમ્યાન ટેન્કર નં. જીજે 27 વી 9661 કિ. રૂા. 15,00,000 તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ લીટર 23,960 કિ. રૂા. 18,75,234 તથા વાદળી પ્લા.ના બેરલ તથા કેરબામાં ભરેલ ડીઝલ લીટર 240 કિ. રૂા.22,320 તથા પેટ્રોલ લીટર 60 કિ. રૂા.5,760 તથા નળી સાથેનું કરવાળુ કિં. રૂા. 100 તથા પ્લા.ના તુટેલા સીલ નંગ 4 તથા મોબાઇલ ફોન 2 કિ. રૂા. 10,000 તથા રોકડા રૂા. 3,000 વિગેરે મળી કુલ રૂા. 34,16,414ના મદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ 3,79,408, 114 મુજબનો ગુનો સાયલા પોલીસ સ્ટેશનમાં રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓમાં રામચંદ્ર રામઅજોર શર્મા (ઉ.વ.46, ધંધો હોટલનો રહે. વખતપરના બોર્ડ પાસે, રાધે હોટલ, તા. સાયલા મુળ રહે. તિરૂપતિ સોસાયટી, કડોદરા તા. પલસાણા જી. સુરત) તથા મહમદ મુઇનુદીન જમીલઉદીન (ઉ.વ.ર7 ધંધો ડ્રાઇવીંગ રહે. ઉદાપુર પોસ્ટ સરાય નાહર રાય તા. લાલગંજ જી. પ્રતાપગઢ ઉતરપ્રદેશ) વગેરે છે.એલસીબી સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સી.એ.એરવાડીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો. હેડ. કોન્સ. વનરાજસિંહ ભરતસિંહ તથા જગદીશભાઇ રાણાભાઇ તથા પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા અશ્ર્વિનભાઇ ઇશ્ર્વરભાઇ તથા વિક્રમભાઇ નારણભાઇ એ રીતેની ટીમ દ્વારા ગે.કા. પેટ્રોલ-ડીઝલ ચોરીનું રેકેટ ઝડપી પાડેલ છે.