ચોટીલા વિધાનસભા બેઠકના આપના ઉમેદવારે ખેડૂતોને એક ગેરંટી આપી છે. ખેડૂત મતદારોને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ હુંકાર સાથે વિસ્તારમાં સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટેની નવી ગેરંટી આપી હતી. ચોટીલાના ગ્રામ્ય વિસ્તોરમાં પાણી પહોંચાડીને રહીશ અને જો 'પાણી ન પહોંચાડું તો મારા પર છેતરપિંડીનો કેસ દાખલ કરી શકશે' સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવાની આપના ઉમેદવાર રાજુ કરપડાએ તૈયારી દર્શાવી હતી. ત્યારે ચોટીલા તાલુકાના રાજપરા ગામે જાહેર સભામાં ચોટીલા-થાન મુળી વિસ્તારના ખેડૂતોના સિંચાઈના પાણી માટે આમ આદમી પાર્ટી ઉમેદવાર રાજુ કરપડાએ એફિડેવિટ કરીને જાહેરાત કરી છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં આ વર્ષે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. ત્યારે ચોટીલામાં પણ આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. જેમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા, ભાજપના શામજી ચૌહાણ અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા વચ્ચે કાંટાનો મુકાબલો છે. ચોટીલા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ ખેડૂતોને હુંકાર સાથે નવી ગેરંટી આપી છે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટેની નવી ગેરંટી આપી હતી.રાજુ કરપડાએ ચોટીલાના આણંદપુર ગામમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે હુંકાર કરતા કહ્યું હતું કે, ચોટીલાના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા છે. ચૂંટણીમાં જીત બાદ જો તેઓ સિંચાઈનું પાણી ગ્રામ્ય વિસ્તારો સુધી ન પહોંચાડે તો તેમના પર મતદારો છેતરપિંડીનો કેસ દાખલ કરી શકશે. આના માટે તેમણે સ્ટેમ્પ પેપર પર નોટરી કરવા પણ તૈયારી દર્શાવી હતી. અને આજે ચોટીલા તાલુકાના રાજપરા ગામે જાહેર સભામાં ચોટીલા-થાન મુળી વિસ્તારના ખેડૂતોના સિંચાઈના પાણી માટે આમ આદમી પાર્ટી ઉમેદવાર રાજુભાઈ કરપડાએ એફિડેવિટ કરીને જાહેરાત કરી છે.
ચોટીલાના રાજપરા ગામે જાહેર સભામાં આપના ઉમેદવારે ખેડૂતો માટે સિંચાઈને લઈ પાણી પહોંચાડવા માટે એફિડેવિટ કરીને જાહેરાત કરી
