સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગધા નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિતના માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા શેહરી વિસ્તારો ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી,આઈ જે એસ ઝામ્બરેની સુચનાથી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના psi એમ.એ સૈયદ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ , લાલભા ચૌહાણ તથા વિક્રમસિંહ સહિત સ્ટાફ પેટ્રોલિંગ માં હોય તે સમયે ફુલેર પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ શખ્સને રોકી મોટરસાયકલ અંગે જરુરી કાગળો ડોક્યુમેન્ટ માંગતા શખ્સ પાસેથી સંતોષ કારક જવાબો ન મળતા પોલીસે આકરી પુછપરછ કરતા શખ્સ ધનસ્યામભાઈ સવજીભાઈ દુધાત વાંકાનેર વાળાએ આ મોટરસાયકલ ધંધુકા રેલ્વેસ્ટેશન બહારથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા સાબરમતી રેલ્વે સ્ટેશન પોલીસ મથકના ગુનાનો આરોપીને દબોચી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકલી કાઢ્યો હતો જ્યારે આ આરોપી વિરુદ્ધ રાજકોટ પોલીસ મથકે પણ ચોરીનો ગુનો દાખલ હોય તેવી પણ વિગતો સામે આવી હતી હાલ પોલીસે આરોપીને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.