શહેરીજનો અનિયમીત પાણી વિતરણ, બિસ્માર અને ભંગાર રસ્તા, વિજળીનાં ડીંડવાણા સહિતની અનેક સમસ્યા વેઠી રહ્યાં છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર તંત્રએ જાણે ઢોરવાડા શરૂ કર્યા હોય તેમ સંખ્યાબંધ ઢોર અડીંગો જમાવતા હોય તેવા દ્રશ્યો પ્રતિદિન જોવા મળે છે. તેના ઉપરથી એવુ લાગી રહ્યું છે કે આ શહેર સુરેન્દ્રનગર છે કે ગાયનગર. શહેરનાં મુખ્યમાર્ગો પર અડીંગો જમાવતા ઢોર ક્યારેક યુધ્ધે ચઢતા રાહદારીઓ અડફેટે આવતા ઇજાગ્રસ્ત થતા હોવાના બનાવોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવારૂપ અને જોખમી બની રહી છે. સુરેન્દ્રનગરનાં ટાવરથી બસસ્ટેન્ડ સુધીનાં મેઈન રોડ ઉપર જ અંદાજે ૧૫૦ થી વધુ ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોવાની બુમરાણ ઉઠી છે, પણ તંત્રના કાન સુધી પહોંચતી નથી.રાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફીકને અડચણ, જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્ય સરકારનો ઉધડો લેતા સરકારના આદેશ બાદ ઠેર-ઠેર ઢોર પકડ ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે સુરેન્દ્રનગરનાંં મુખ્યમાર્ગો પર બેસી રહેતા રખડતા ઢોરનો મુદો ફરી ચર્ચાનો વિષય બન્યો છે. સુરેન્દ્રનગર શહેરનાં ટાંકીચોક, જવાહર ચોક, વાડીલાલ ચોક, દીપુભાનો ચોક, ૮૦ ફુટ રોડ, રતનપર-વઢવાણ-જોરાવરનગર નવા જંકશન રોડ, ટી.બી હોસ્પીટલ રોડ, દાળમીલ રોડ સહીતનાં અનેક મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોમાં વર્ષોથી રખડતા ઢોર રસ્તા પર અડીંગો જમાવતા હોવાની સમસ્યા છે. શહેરનાં અજરામર ટાવરથી બસસ્ટેન્ડ સુધીનાં હાર્દ સમાન મુખ્ય રોડ ઉપર તો સવારથી સાંજ સુધી અંદાજે ૧૫૦થી વધુ ઢોર જોવા મળે છે. ખાસ કરીને, મેઈન રોડ પરની શાક માર્કેટ, કારીગરની હોટલ અને બસસ્ટેન્ડ નજીક ઢોરના ટોળા બેસેલા જોવા મળે છે. આવી જ હાલત શહેરનાં ૮૦ ફુટ રોડની છે. ગોકુળ હોટલથી છે ક ભકિતનંદન સર્કલ સુધીના રોડ ઉપર ઠેરઠેર ઢોરના અડીંગા જોવા મળે છે.ખાસ કરીને, અલ્ટ્રાવિઝન સ્કુલથી દેશળભગતની વાવ સુધીમાં ઢોરના ટોળેટોળા બેસેલા જોવા મળે છે. તેના કારણે વાહનચાલકો-રાહદારીઓને રોડ પરથી પસાર થવામાં પારાવાર મુશ્કેલી પડે છે. તો કયારેક યુધ્ધે ચડતા ઢોરને કારણે રાહદારીઓ અડફેટે આવી જવાનો સતત ભય રહે છે. ભુતકાળમાં ઢોરે અડફેટે લેતા માનવમૃત્યુના બનાવો પણ બન્યા છે. મેઈન રોડ ઉપરની શાકમાર્કેટ પાસે તો મુશ્કેલ પરિસ્થિતી ઉભી થાય છે. એકબાજુ રોડની વચ્ચે રેલીંગ નાંખી દ્વિ-માર્ગી રસ્તો બનાવતા રોડ સાંકડો બન્યો છે, તો બીજી બાજુ શાકભાજી વેચતા લારીઓવાળા અડધો રસ્તો રોકીને ઉભા હોય છે. ઉપરથી ઢોરનો જમેલો હોય છે શાકભાજી વાળા સડેલા શાકભાજી રોડ ઉપર નાંખતા હોવાથી તે ખાવા રોડ ઉપર રખડતા ઢોર શાકભાજી લેવા આવતી મહિલાઓને અડફેટે લઈ લેશે તેવો ડર રહે છે. સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, તેમ ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યુ હતુ. તેમણે વધુમાં કહ્યુ કે, રખડતા ઢોર પકડવા માટે ૧૦ માણસોની ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૫ આખલા પકડવામાં આવ્યા છે. શહેરનાં મેઈન રોડ ઉપર બસસ્ટેન્ડથી ટાવર સુધીમાં અનેક જગ્યાએ ઢોરના અડીંગા જોવા મળે છે. શાકમાર્કેટ પાસે તો ઢોરનો જમેલો થતો હોય છે. દુઃખની બાબત એ છે કે, ટાવર પાસે જિલ્લા કલેકટર કચેરી, નગરપાલિકા, જિલ્લા પંચાયત વિગેરે સરકારી કચેરીએ જવા માટે આ મેઈન રોડનો વધુ ઉપયોગ થાય છે.અધિકારીઓ-પદાધિકારીઓ દરરોજ આ રોડ પરથી પસાર થાય છે, પરંતુ તેમની આંખે રસ્તા પરના ઢોર નજરે પડતા નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણમાં ફરી એકવાર વધારો થયો 17135 નવા કેશ સામે આવ્યા
ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 17135 નવા કેસ સામે...
अखेर त्या नदीपात्रात वाहून गेलेल्या युवकाचा मृतदेह सापडला
अखेर त्या नदीपात्रात वाहून गेलेल्या युवकाचा मृतदेह सापडला
Lok Sabha Election 2024: कांग्रेस छोड़ने के बाद भाजपा में शामिल हुईं राधिका खेड़ा,
नई दिल्ली। लोकसभा चुनाव के तीसरे चरण की वोटिंग के बीच मंगलवार को कांग्रेस की पूर्व नेता और...
NIA ने Canada में रह रहे खालिस्तानियों की संपत्ति-कारोबार की मांगी डिटेल | Khalistan | Canada News
NIA ने Canada में रह रहे खालिस्तानियों की संपत्ति-कारोबार की मांगी डिटेल | Khalistan | Canada News