હાલોલ નગર ખાતે ગુરૂવારે તારીખ 29/06/2023 ના રોજ યોજાનાર મુસ્લિમોના પાવન પર્વ ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ)ને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ દ્વારા ઈદનો તહેવાર હાલોલ નગર ખાતે સંપૂર્ણ કોમી એકતાની ભાવના વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રંગે ચંગે યોજાય તેને લઈને નગર ખાતે કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી પોલીસનું શક્તિ પ્રદર્શન યોજવા અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની નગર ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી  જેમાં હાલોલ ટાઉન પોલીસની ટીમે પી.આઈ. કે.એ. ચૌધરીની આગેવાનીમાં હાલોલ ટાઉન પોલીસ મથકેથી ફ્લેગ માર્ચનો આરંભ કરી બજારમાં રહી દરજી ફળિયા,લીમડી ફળિયા કસ્બા વિસ્તારમાં ફરી ચરણદાસના ખાંચામાં થઈ  સ્વામિનારાયણ પોલીસ ચોકી અને પાવાગઢ રોડ બોમ્બે હાઉસ સહિતના વિસ્તારોમાં ફરી પોલીસનું શકિત પ્રદર્શન યોજી  ઉપરોક્ત તમામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.