અમીરગઢ બોર્ડર પરથી એક ઈસમ ને પોલીસે પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. અમીરગઢ પોલીસ રાજસ્થાન તરફ‌થી આવતા વાહનો નું ચેકિંગ કરી રહી હતી, તે સમય દરમિયાન એક ઇસમ રાજસ્થાન તરફ થી ચાલતા ગુજરાત માં પ્રવેશ કરી રહ્યો હતો, ત્યારે પોલીસ ને શંકા જતા તે ઈસની તપાસ કરી હતી, જેમાં ઈસમ પાસે થી એક પિસ્તોલ તેમજ જીવતા ત્રણ કારતુસ મળી આવતા પોલીસે ઇસમની અટકાયત કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ માં હતા, દરમિયાન આબુરોડ તરફ થી એક ઇસમ ચાલીને આવી રહ્યો હોય તેના કમરના ભાગે ફોટમાં કોઇ ચીજવસ્તુ ભરાવેલ હોય અને શકમંદ જણાતા ઇસમ ને કોર્ડન કરી ઉભો રાખી ચેક કરતા તહોમતદાર ( 1 ) રામુ રાજેન્દ્રકુમાર નાયકના કમર ના ભાગે ફોટમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટ ની લોખંડની પિસ્તોલ તેમજ જીવતા કારતુસ 03 મળી આવ્યા હતા, જેથી મુદ્દામાલ કબજે કરી ઇસમની અટકાયત કરી હતી..

આ ઉપરાંત મનોજ નાયક રહે જોધપુર બાબુપુરા, ચીમનસિંહ સોઢા રહે.જોધપુર, લીગાડી વાળાઓ એ એક બીજાના મેળાપીપણામાં ગુનો આચરેલ હોય તમામ વિરૂદ્ધ આર્મ્સ એકટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશ ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..