ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની 6 શખ્સોએ એકસંપ કરી સાલ ઓઢાડી ગળે ટુંટો આપી હત્યા કરી હતી.જેમાં 5ની અટકાયત થઈ 1 ફરાર. ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે કરસનભાઈ ગોવિંદભાઈ સાનાણી ગઢવી ના પૂત્ર લાખાભાઈ ગઢવી રાજકોટથી ઢોકળવા ગામે આવ્યા હતા. 5 માર્ચ 2024ના રોજ રાત્રે 9 વાગ્યે કરસનભાઈ અને તેમના પત્ની અને લાખાભાઈ ઘરે હતા.ત્યારે લાખાભાઈ ગઢવી ઘરે તેના માતા પિતાને કહીને નીકળેલા રાજેશભાઈ માણસુરભાઈનો ફોન આવેલ બધા ભાઈ નારણભાઈ ની દીકરીનું સમાધાન બાબતે બોલાવેલ હોય તો વાત કરીને આવું છું તેમ કહી નીકળ્યા હતા. રાત્રીના સમયે રાજેશભાઈ માણસુરભાઈ મામૈયા અને મુકેશભાઈ નર્સિંગભાઈ મામૈયા અને રવુભાઈ ખીમાભાઈ મામૈયા અને ભાવેશભાઈ રતાભાઇ મામૈયા અને વિપુલભાઈ સામતભાઈ મામૈયા અને લાખાભાઈ દિનેશભાઈ મામૈયાએ ધારેઈ ગામ જવાના રસ્તે બોલાવી જંતુનાશક દવા પીવડાવી અને ગળા પર ગરમસાલ વીંટીને તેની ઉપર દોરીથી ગળે ટુપો આપી લાખાભાઈની હત્યા કરવામાં આવી હતી.નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઈ પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.એક માત્ર મુકેશ નરશી મામૈયાને પકડવાનો બાકી છે. દિકરાને મારીનાંખવાની ધમકી આપતા હતા કરશનભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, મારા પુત્રને ગામમાં રહેતા હદાભાઇ નારણભાઈ મામૈયા ની પુત્રી સાથે છ માસ પહેલાથી પ્રેમ સંબંધ હોય હદાભાઇ મામૈયા ના કુટુંબી ભાઈઓ રાજેશભાઈ માણસુરભાઈ અને રવિભાઈ ખીમાભાઈ ધમકી આપતા હતા. આરોપીઓના બાઇકનો મે પીછો કર્યો હતો દાદુભાઇ કાળાભાઇએ જણાવ્યું હતું કે, સરકારી દૂધની ડેરી પર બેઠો હતો. તમામ ભાદરવાળા રસ્તે તે બધા લોકો ઊભા રહેલ. ત્યાં નજર કરતા લાખાભાઈ ગઢવી બધાની પાસે માફી માગું છું અને તમારી દીકરી શ્રદ્ધા સામે નહીં જોવું તેમ કહેતા સાંભળવા મળેલું રાજેશભાઈ માણસુરભાઈ માર મારી મોટરસાયકલ માંથી જંતુનાશક દવાનું ડબલું કાઢી મુકેશને આપ્યું અને રાજેશભાઈએ લાખાના બંને હાથ પકડી અને રવુભાઈએ પગ પકડી મુકેશએ લાખાનું મોઢું દબાવી દવા પીવડાવી અને રવુભાઈ મોટરસાયકલમાં દોરી લાવી મુકેશભાઈએ દોરી લઈ લાખાભાઈ ના ગળામાં ગરમ સાલતી તેની ઉપર દોરીથી ટૂંપો આપી હત્યા કરી હતી. નાંખી.