થરાદ ખાતે કરુણા ફાઉન્ડેશન દ્વારા હેર સલૂન  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાઈ સમાજના આગેવાન આંબાભાઈ સોલંકી ,કેયુરભાઈ ભટી,નીરવભાઈ જાદવ ની ઉપસ્થિત તેમજ તેમની ટીમ દ્વારા સેમિનાર માં હાજરી આપી હતી.આ સેમિનારમાં વિનામૂલ્યે ભાગ લેનાર સૌને સતત આઠ કલાક ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ તદુપરાંત આ સેમિનાર ને યાદગાર બનાવવા માટે દાતાઓ તથા નાઈ સમાજ હેર સલૂન એસોસિએશન સહભાગી બન્યું હતું. આ સેમિનાર થરાદ, સુઈગામ,ભાભર, દિયોદર, લાખણી,કાંકરેજ ના તાલુકાઓ ના હેર સલૂન ચલાવતા લોકો લોકો હાજર રહ્યા હતા.શિક્ષણ સાથે નાઈ સમાજ ના ભાઈઓ બહેનો ધંધાકીય પ્રવૃત્તિઓમાં કઈ રીતે આગળ વધે એ હેતુથી બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે કરુણા ફાઉન્ડેશન ના પ્રમુખ અને નારી શક્તિ ગીતાબેન નાઈ દ્વારા ભવ્ય હેર સલુન સેમિનાર નું ભવ્ય સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનાર માં સીટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હેર સલુન નું કામ કરતાં નાઈ સમાજનાં ભાઈઓ તથા બ્યૂટી પાર્લરનું કામ કરતી નાઈ સમાજની બહેનો ને લાઈવ એડવાન્સ હેર કટીંગ કેમીકલ નોલેજ,સલુન મેનેજમેન્ટ, થીયરી, લાઈવ પ્રેકટીકલ વર્ક ની તાલીમ આપવામાં આવી હતી.જેમાં ગુજરાતની હેર સલુન ઈન્ડસ્ટ્રીઝમાં નામનાં ધરાવનાર પ્રખ્યાત નામાંકિત એવા ફોર એક્ષ સલુન એકેડમી નાં માસ્ટર શ્રી કૈયુરભાઈ રાજકોટ અને મીસ બ્લેક કીરા પ્રૉટીનનાં નીરવભાઈ જાદવ એમની ટીમ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.સાથે સુંદર સમજણ ભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનાર માં ભાગ લેનાર દરેક બહેનોને સેનજી મહારાજ નો ફોટો આપવામાં આવ્યો તેમજ કૈયુરભઠ્ઠી દ્વારા દરેક ભાઈ બહેનૉને સર્ટિફિકેટ તેમજ સ્પાની કિટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાતાઓનૉ બહું જ સપૉટ મળ્યો હતો,,,જેમાં ભોજન ના દાતા ભરતભાઈ સગથાભાઈ મહિપાલભાઈ અમરતભાઈ ગામ વાઘાસણ,,Ac હોલના દાતા આંબાભાઈ સૉલંકી મલુપુર,રવજીભાઈ નાઈ કુંભારા,અમરતભાઈ નાઈ નાના મેસરા,,,,ચાના દાતા નાઈ દિનેશભાઈ થરાદ નાઈ એશૉસીયન,,પાણીના દાતા નાઈ વિનૉદભાઈ. કે.ગામ ખિમાણા,,આ કાર્યક્રમમાં કૈયુરભઠ્ઠી ને સૉનાની વિંટી નાઈ નરપતભાઈ ધરમાભાઈ ગામ સણવાલ દ્વારા ભેટ આપી હતી.. સૌ કોઈ નો સાથ સહકાર દ્વારા આ કાર્યક્રમ સફળ બન્યો હતો. કાર્યક્રમના અંતે કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ ગીતાબેન નાઈ‌ દ્વારા સમગ્ર ઉપસ્થિત મહેમાનો તેમજ સમાજ ના દીકરા દીકરીઓ તેમજ સમગ્ર ટીમને નો આભાર વ્યક્ત કર્યો હતો..