શ્રી પટેલ કલાક સમાજની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા પાલનપુર તાલુકા ના ચડોતર મુકામે આવેલ પંચાલ સમાજની વાડી ખાતે યોજાઇ હતી જેમાં સમાજના એજન્ડા મુજબ પ્રથમ પ્રાથના અને સમાજના પ્રમુખશ્રી અને આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભા શરૂ કરાઇ હતી, ત્યાર બાદ સમાજ નાં દિવગત આત્માઓને બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી, તો બનાસકાંઠા જયસ્વાલ સમાજ સેવા ટ્રસ્ટના કારોબારીના સભ્યો મનુભાઈ જયસ્વાલ, ભરતભાઈ જયસ્વાલ, મનોજભાઈ જયસ્વાલ, વિપુલભાઈ જયસ્વાલ આમંત્રણને માન આપીને આવેલ જેમનું પણ સન્માન કરાયું હતું, ત્યાર બાદ સમાજના પ્રમુખશ્રી સુરેશચંદ્ર પટેલ અને કારોબારી ટીમ દ્વાર સમાજના દાતાઓનું સન્માન કરાયું હતું, સાધારણ સભાના ભોજન દાતા પટેલ શાંતિલાલ હરગોવિંદભાઈ, દાંતીવાડા તેમજ તેજસ્વી તરલાઓના દાતાશ્રી દિનેશચંદ્ર કરશનભાઈ પટેલ અને દેવિકાબેન દિનેશચંદ્ર પટેલ, શીહોરી ( રાનેર વાળા ) અને વર્ષ ૨૦૨૨/૨૩ નાં નોટબુક ના દાતાશ્રી હરકિશનભાઇ ઈશ્વરભાઈ પટેલ અને ભાવનાબેન હરકિશનભાઇ પટેલ, (કામળી) સિદ્ધપુર વાળોનું નું સાલ અને પુષ્પ ગુચ્છ આપી તમામ દાતાઓનું સન્માન કરાયું હતું, તેજસ્વી તારલાઓનું સન્માન અને ઈનામ વિતરણ કરાયું હતું, તો ગતવર્ષ ની જેમ આ વર્ષે પણ પટેલ કલાલ યુવા સંગઠન ટીમ દ્વારા ધોરણ ૧ થી ૯ ના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપી ઉત્સાહ વધાર્યો હતો, ત્યાર બાદ ગતવર્ષ ની કાર્યવાહી વંચાને લઈ મંજૂર કરાઈ હતી.. તેમજ કારોબારીના સમાજના પાચ વર્ષ પૂર્ણ થતાં હોઈ નવીન કારોબારીની પસંદગી કરાઈ હતી જેમાં સમાજ નવીન પ્રમુખ તરીકે કિર્તીભાઇ બી. પટેલ, (નાદોત્રી ) પાલનપુર અને મંત્રી તરીકે શંકરલાલ પટેલ, પાલનપુર ની જાહેરાત કરાતા સમાજના જ્ઞાતિ બધુઓ દ્વારા ફૂલહાર પહેરાવી તેમજ મો મીઠું કરાઈ શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે કારોબારી નાં તમામ સભ્યોની જાહેરાત કરાઈ હતી તો કાયમી આમંત્રિત માં પટેલ શાંતિલાલ પટેલ અને હર્ષદ કુમાર પટેલની જાહેરાત કરાઈ હતી, સમાજની વાર્ષિક સાધારણ સભાનું મીડિયા મિત્રો કવરેજ કરવા આવેલ તેમનું પણ સ્વાગત કરાયું હતું...