બનાસડેરી પાલનપુર ખાતે એકાઉન્ટ વિભાગ માં નોકરી ની સાથે સંગીત ના પણ સુર રેલાવતા ચેતન પટેલ.........સુંદર કંઠ માં બાંસુરી વગાડી અનેક ના મન મોહી લીધા છે. યુટ્યુબ ના માધ્યમ થી અનેક ગીતો બહાર પાડ્યા છે ,...પગે અપંગ અને નોકરી ની જવાબદારી વચ્ચે પણ સંઘર્ષ કરી સંગીત ની દુનિયા માં સફળ થવા માંગે છે ચેતન પટેલ ..વડગામ તાલુકા ના મજાદર ગામ ના વતની અને પાલનપુર બનાસડેરી એકાઉન્ટ વિભાગ માં 2012 થી નોકરી કરતા ચેતનભાઈ પટેલ પગે અપંગ હોવા છતાં પણ બનાસડેરી માં નિયમિત નોકરી પર જાય છે નોકરી ની સાથે સાથે ચેતન પટેલ ને સંગીત નો ખુબ શોખ છે તેઓ બાંસુરી વગાડવા માં ખૂબ જ માહિર છે ચેતન પટેલ ને 2011 થી સંગીત માં બાંસુરી વગાડવા નો શોખ છે નોકરી પરથી ઘરે આવ્યા બાદ તેઓ ખૂબ સુંદર ગીતો ગાય છે અને બાંસુરી પર સંગીત ના સુર રેલાવે છે ચેતન પટેલે ઘણા બધા સ્ટેજ પોગ્રામ પણ કર્યા છે સમાજ નો કાર્યક્રમ હોય કે ડેરી નો કાર્યક્રમ કે અન્ય કોઈ કાર્યક્રમ હોય તો ચેતન પટેલ સંગીત ના સુર રેલાવવા પહોંચી જાય છે અને ઓડિયન્સ ને સંગીત પીરસે છે પગે અપંગ હોવા છતાં અને નોકરી ની જવાબદારી હોવા છતાં પણ જો આ કલાકાર ને સંગીત ની દુનિયા માં આટલો બધો પ્રેમ છે ચેતન પટેલે પોતાની યુટ્યુબ ચેનલ માં ઘણા બધા પ્રેણારૂપી ગીતો ગાયા છે અને આ સંગીત ની દુનિયા માં ચેતન પટેલ જરૂર સફળ થવા માંગે છે તેવો તેમને આત્મવિશ્વાસ છે..