ગુજરાતનું કાપડ માર્કેટ ધીમે ધીમે ડાઉન સુરતના 500 અને અમદાવાદના 150 પ્રોસેસિંગ હાઉસને કોઈ નવા ઓર્ડર જ નથી
અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે ટેકસટાઈલ માલિક ના જણાવ્યા પ્રમાણે કાપડ માર્કેટની પરિસ્થતિ હાલ ખૂબ જ ખરાબ છે. અમદાવાદના 150 ટેક્સટાઈલ પ્રોસેસર્સ અને સુરતના 500 જેટલા તથા જેતપુરના 60 થી 70 જેટલા ટેક્સટાઈલ પ્રોસેસર્સને નવા ઓર્ડર નથી મળ્યા .જેને કારણે હવે માર્કેટ ઠપ્પ પડી જવાની આશંકા વર્તાઈ રહી છે. એક સમયે ગુજરાતનું નાક અને ગુજરાતનું શાન કાપડ માર્કેટ ગણાતું હતું પરંતુ છેલ્લા 15 દિવસમાં આ માર્કેટને જાણે કે ગ્રહણ લાગ્યુ છે. કાપડ બજારમાં કાપડના ઉત્પાદનમાં વપરાતા કચામાલના ભાવમાં એકાએક વધારો થયો છે. જેના લીધે કાપડ બનાવવાના ભાવમાં પણ વધારો થયો છે.
ટેક્સટાઈલ પ્રોસેસિંગ કરવા માટે જોઈતા કેમિકલ અને કાચા માલના ભાવમાં મોટો વધારો થયો હોવાથી ટેક્સટાઈલ પ્રોસેસિંગના કામકાજમાં માર્જિન ઘસાઈ ગયા છે. જ્યારે બીજીબાજુ દસ દિવસમાં ગ્રે કાપડના ભાવ વધુ તૂટવાની સંભાવનાઓ દેખાતી હોવાતી ગ્રે કાપડની ખરીદી પર સંપૂર્ણ બ્રેક લાગી છે. ટેક્સટાઈલ પ્રોસેસર્સના કામકાજ ઠપ થઈ ગયા છે.
અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે ટેકસટાઈલ માલિક ભરત પટેલના કહેવા પ્રમાણે કાપડ માર્કેટની પરિસ્થતિ હાલ ખૂબ જ ખરાબ છે. કાપડ માર્કેટની મોટી મિલો જે અમદાવાદમાં છે તે 10 જેટલી મિલો હાલ બંધ થઈ ગઈ છે. કેટલીક મિલોના કનેક્શન કાપી નાખ્યાં બાદ ફરી દિવાળી બાદ શુરૂ થવાની વાત છે. જેને કારણે મિલમાં કામ કરતા કર્મચારી પર મોટી અસર જોવા મળી છે.