MLAની મુલાકાત: ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદે સર્જેલી તારાજીની ધારાસભ્ય સમીક્ષા કરી, સ્થળ પર જઇને ખેડૂતોને હૈયાધારણા આપી
બનાસકાંઠા ઉપરવાસમાં વરસાદના પગલે ધાનેરાના બોડરના ગામડામાં તારાજી સર્જાઇ છે. ત્યારે ધારાસભ્ય માવજી દેસાઈએ લીધી હતી અને સ્થળ નિરિક્ષણ કર્યું હતું. ધારાસભ્ય માવજી દેસાઈ સહિત આગેવાનોએ બાપલા, વાછોલ, ખીમત, વક્તાપુરા અને આલવાડા સહિતના બોર્ડર વિસ્તારનાં ગામોની મુલાકાત લીધી હતી.
ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયાથી જે બિપરજોય વાવાઝોડું આવ્યું એના કારણે વધારે નુકસાન રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં છે. શરૂઆતના તબ્બકે ઓછું દેખાવતું હતું, પરંતુ જે રીતે ગામડાઓની અંદર પાંચથી છ વહોળા આવે છે. તેના લીધે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જડિયા સહિત 35થી વધુ ગામોમાં નુકસાન છે. દરેક ગામડાઓમાં નાના-મોટા વહોળા નીકળ્યા છે. ખેડૂતોને પાકનું નુકસાન તો છે જ પણ સાથે સાથે એની જમીનની અંદર રેત પથરાઈ ગયો છે. ક્યાંક ખુબજ ઊંડા ખાડા પડી ગયા છે. આ પ્રકારનું જમીન ધોવાણનું પણ મોટા પ્રમાણમાં છે. બોરમાં પણ નુકસાન છે, પશુપાલકોના સેડ પણ ઉડી ગયા છે. કોઈ જગ્યાએ મકાનો પણ પડી ગયા છે.