રિપોર્ટ. લતીફ સુમરા 

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તેમજ બનેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તેમજ ગુનાના આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારુ સુચના કરેલ હોય જે અન્વયે,શ્રી ડૉ.કુશલ.આર.ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન મુજબ, શ્રી વી.એમ.ચૌધરી, પો.ઇન્સ ડીસા શહેર ઉત્તર પો.સ્ટેના નાઓએ વિસ્તારના જામીન ઉપર મુક્ત આરોપીઓ તેમજ અવર નવાર ગુનાઓ કરવાની ટેવવાળા અરોપીઓ ઉપર વોચ રાખવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોઇ જે અન્વયે પો.સ્ટે. સ્ટાફના માણસો ના.રા. પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ડીસા નહેરૂનગર ટેકરા વિસ્તારમા ત્રણ ઈસમો હથીયાર સાથે ઉભેલ છે જે બાતમી હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ત્રણ ઈસમો મોટર સાઈકલ લઈને ઉભેલ હોઈ તેમને પી પાડી હાથ બનાવટની પિસ્તોલ નંગ.૦૧ તથા એક જીવતો કાર્ટીસ મળી કુલ કી.રૂ.૬૫,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પડાયેલ પિસ્તોલના ઉપયોગ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછ પરછ કરતા સદરે પિસ્તોલ મુરૈના (મધ્યપ્રદેશ) ખાતેથી લાવેલ હોઇ અને પાલનપુરના જવેલર્સમાં ઘાડ પાડવા સારુ લાવેલ હોઈ અને ધાડ પાડવા માટે સહ આરોપીઓ સાથે મળી કાવતરુ સ્પેલ હોવાની હકીકત જણાઈ આવેલ હોઇ પાલનપુરના નામચીન જવેલર્સમા ધાડ પાડે તે પહેલા કાવતરામાં સામેલ પાંચ આરોપીઓને હથીયાર તથા બે જીવતા કાર્ટીસ સાથે પકડી પાડી આરોપીઓ પાલનપુરના નામચીન જવેલર્સના માલીકની લુંટ કરવા રેકી પણ કરેલ હોવાની હકીકત જણાઈ આવેલ હોઇ, જેથી પાલનપુરના નામચીન જવેલર્સમા હથીયાર સાથે ધાડ પાડી મોટા ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ ડીસા શહેર ઉત્તર બનાસકાંઠા પોલીસે સમય સુચકતા વાપરી આરોપીઓને હથીયાર તેમજ જીવતા કાર્ટીસ તેમજ જવેલર્સના માલીકની રેકી કરવામા વાપરેલ ઓટો રીક્ષા તેમજ ગુનો કરવાની તૈયારીમા વાપરેલ મોટર સાઈકલો સાથે પક્ડી પાડી આરોપીઓના મોટા જવેલર્સમા ઘાડ પાડી મોટા ગંભીર ગુનો કરવાના ઇરાદાને નિષ્ફળ બનાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 *પકડડાયેલ આરોપી :-*

 (૧) હિતેશ ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી રહે.ડીસા ગોવર્ધન પાર્ક મકાન નં-૧૨ અજાપુરા રોડ ઉપર તા.ડીસા

(ર) વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ ઠાકોર રહે.ભોપાનગર પોલીસ ચોકીની પાછળ તા.ડીસા 

(3) પ્રતીકજી ઉર્ફે રાહુલ બાબુલાલ ઠાકોર રહે.ડીસા

ભોપાનગર પાટણ હાઇવેરોડ પ્રા.શાળાની પાસે ગલીમાં તા.ડીસા

 (૪) ઈમરાન ઉર્ફે ભુરો ઇલીયાસભાઈ સિંધી ઉ.વ.૨૭ રહે.પાલનપુર નાની બજાર

 (૫) અરબાજ ઉર્ફે બબલી અયુબભાઇ સિંધી ઉ.વ.૨૩ રહે.પાલનપુર નાની બાર તા.પાલનપુર

 *કામગીરી કરનાર અધિકારી/કર્મચારી શ્રીની વિગત* 

શ્રીવી.એમ.ચૌધરી,પો.ઈન્સ.,ડીસા શહેર ઉત્તર

 શ્રી ડી.બી.ચૌધરી,પો.સબ.ઇન્સ., ડીસા શહેર ઉત્તર

શ્રી જયંતીભાઇ,હેડ.કોન્સ., ડીસા શહેર ઉત્તર

શ્રી અરવિદભાઈ,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર 

શ્રી વનરાજી,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર

શ્રી મહંમદઈમરાન,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર

શ્રી નવિનભાઈ,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર

શ્રી કરશનભાઈ,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર

શ્રી હરર્સગાભાઇ,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર 

શ્રી રઘુજી,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર

શ્રી વિક્રમસિંહ,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર ,પાલનપુર પૂર્વ પો.ઇન્સ તેમજ પોલીસ સ્ટાફની મદદ મળેલ છે.