દાહોદ જિલ્લામા ભગવાન શ્રીજગન્નાથજીની સોળમી ભવ્ય રથ યાત્રા દાહોદ હનુમાન બજાર ના રણછોડરયજીના મંદિરેથી વહેલી સવારે શ્રી જગન્નાથજીની યાત્રા નીકળી હતા, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ શહેર ના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજીના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજી ની સોળમી રથ યાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સાંસદ જસવંત સિંહ ભાભોર , જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલિયાર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, , ધારસભ્ય કનૈયાલાલ કિશોરી , જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, SDM એન.બી રાજપૂત, સુધીર લાલપુરવાલા તેમજ કમલેશ રાઠી, લલિત પ્રજાપતિ, બીજલ ભરવાડ, અન્ય નેતાઓ રણછોડરાયજી ના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા.

  પેહલા શ્રી ભગવાન જગન્નાથજી ની આરતી આ તમામ મહાનુભાવોએ કરી , ભગવાન શ્રીની રથ યાત્રા ને આગળ વધારવા માટે શરૂઆત કરી હતી અને પછી દોરડા વડે ભગવાનના રથ ને આગળ તરફ વધાર્યું અને યાત્રા ની શરૂઆત થઇ. અને ત્યાંથી નીકળી અને રથ યાત્રા દાહોદ ના પડાવા થઇ સરદાર ચોક થી નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજાર માં થઇ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાઈ હતી. અને પરત ત્યાંથી બપોરે નીકળી અને દાહોદ ના ગોવિંદનગર વિસ્તારમાંથી થી તળાવ થઇ માણેકચોક વાળા રસ્તે પરત રણછોડ રાયજીના મંદિરે સાંજે પહોંચી હતી. રથ યાત્રામાટે દાહોદ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે અને કોઈ પણ અનિશ્ચિય બનાવ ના બને તેને પુરે પુરી તકેદારી રાખી હતી. ત્યારે રથયાત્રામાં ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં માસ્ટર રાકેશ ભાટિયા અને  માસ્ટર કલ્પેશ ભાટીયા દ્વારા કરાટે તેમજ સેલ્ફ ડિફેન્સની પ્રસ્તુતિ કરી હતી સાતો સાત મહિલાઓએ દાંડિયા રમી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને પરંપરાગત આદિવાસી ડાંસ પણ રજુ કરવામાં આવ્યું હતું, આ રથ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.