22મી એપ્રિલના રોજ આખા વિશ્વ એ વર્લ્ડ earth ડે ની ઉજવણી કરી. દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જાય છે અને તેને કારણે વિશ્વનું સરેરાશ તાપમાન પણ વધે છે. આવા કપરા સમયમાં પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય અને પૃથ્વી પરની જીવ સૃષ્ટિને કેવી રીતે બચાવી શકાય તે ધ્યાનમાં રાખીને ઉદયપુર ખાતે વિશ્વભરના વિદ્વાન નિષ્ણાતોને બોલાવીને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સસ્ટેન મધર અર્થનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડોક્ટર વરનોન નેપે, એડવર્ડ આર ક્લોઝ જેવા નામાંકિત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની સાથે સુરેન્દ્ર પોખરણજી ભંડારીજી તથા પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ જેવા ભારતના નામાંકિત વૈજ્ઞાનિકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આણંદના જાણીતા તત્વચિંતક નાયબ મામલતદારશ્રી ચૈતન્ય સંઘાણીએ ભારતીય અધ્યાત્મ દ્વારા આપણે કેવી રીતે પૃથ્વી માતાને બચાવી શકીએ છીએ તેના પર વ્યાખ્યાન આપ્યું. ભારતીય જીવન શૈલી પહેલેથી જ પ્રકૃતિના નિયમોને સમજીને આગળ લઈ જનારી છે તેવું તેમણે વિવિધ ઉદાહરણો અને શાસ્ત્રોના શ્લોકો દ્વારા સ્પષ્ટ કર્યું હતું

ચૈતન્ય સંઘાણી દ્વારા રિસર્ચના પુરાવા આધારે સમજાવવામાં આવ્યું કે જે જીવના ઉત્ક્રાંતિવાદની વાત વિદેશના વૈજ્ઞાનિકો હમણાં થોડા સમયથી કરી રહ્યા છે તે ખરેખર હિન્દુ સંસ્કૃતિના અવતારવાદ માંથી વધુ સૂક્ષ્મ રીતે સ્પષ્ટ થાય છે.સનાતન ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં જે પણ સિદ્ધાંતો નિહિત છે તેની પાછળ મૂળભૂત રીતે શુદ્ધ વિજ્ઞાન રહેલું છે તેવું તેમના દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું.

વિશ્વભરમાંથી આવેલા 60 કરતાં વધુ વિદ્વાનો દ્વારા જીવ સૃષ્ટિ પર્યાવરણને બચાવવા માટે શું શું ઉપાયો કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.

ખરેખર પ્રકૃતિને બચાવવી આપણા સૌની ફરજ છે જો આપણે બધા માણસો નાના નાના ઝઘડામાં જ પૃથ્વી પર ઉલજીને રહીશું અને આ મહત્વપૂર્ણ પ્રશ્નો પર ધ્યાન નહીં આપીએ તો એક દિવસ પૃથ્વીનું અસ્તિત્વ જ જોખમમાં હશે આવા અનેક વિચારો દર્શાવીને શ્રી ચૈતન્ય સંઘાણીએ આણંદ નું ગૌરવ વધાર્યું હતું..

ખાસ રિપોર્ટ : ભાવેશભાઇ આંજણા પટેલ તારાપુર જી. આણંદ ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭