મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. અને કુતરાનો શિકાર કર્યો હતો. પુના ગામે આજ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 30 થી વધુ દીપડા પકડવામાં આવ્યા છે જ્યારે ફરી પાછા દીપડાનો આંતક માનવ વસ્તી તરફ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો પુના ગામે રાત્રી દરમિયાન દીપડો ઘર આંગણાં સુધી સ્થાનિકોની રજૂઆતના પગલે ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલ દ્વારા વન વિભાગને જાણ કરી તાત્કાલિક દીપડાને ઝબ્ભે કરવા પાંજરું ગોઠવી દેવાયું છે.ત્યારે પુના ગામે અત્યાર સુધીમાં 30 વધુ દીપડાને પાંજરે પુરનાર ગામના યુવાનો દ્વારા આ વખતે પણ પાંજરાના ફરતે જંગલ જેવું વાતાવરણ ઊભું કરી ઝાડી ઝાખરા વચ્ચે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે અને દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.