ખેડબ્રહ્મા તાલુકામાં કેટલાક વિધાર્થીઓના વાલીઓએ પોતાની ખોટી આવક બતાવી સંબધિત કચેરીમાંથી આવકના દાખલા મેળવી RTE પ્રવેશ પ્રક્રિયામાં આવકના દાખલા રજુ કર્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*તલાટીઓ સ્થળ પર બેસી પંચનામુ કર્યા ની ઉઠી રાવ*

સૌ ભણે સૌ આગળ વધે. ના સરકારના અભિગમ થકી શાળાઓમાં બાળકો અભ્યાસ કરે છે અને સરકાર તરફથી બાળકોને વિવિધ પ્રકારની સહાય પણ આપવામાં આવે છે. અને શાળાએ ભણવા આવતા. બાળકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે સરકાર વારા પૂર ધ્યાન રાખવામાં આવતું હોય છે.બાળકોને એક સરખું શિક્ષણ મળી રહે તે માટે ગરીબ વર્ગના બાળકો માટે ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા (RTE) રાઈટ ટુ એજ્યુકેશન થકી બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જેમાં ગરીબી રેખા હેઠળ આવતા બાળકોને તેમના વાલીના આવકના દાખલા મુજબ શાળામાં (RTE) રાઈટ ટુ એજ્યુકેશન થકી પ્રવેશ આપવામાં આવે છે. અને સરકાર ધ્વારા ઈ માં પ્રવેશ મેળવવા કેટલાક ધારાધોરણ પણ નક્કી કામાં આવ્યા છે ત્યારે સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ ઈડર તાલુકામાં કેટલાક વાલીઓ દ્વારા સરકારની (RTE) રાઈટ ટુ એજ્યુકેશન યોજનામા પોતાના બાળકનો પ્રવેશ મેળવવા સરકારના નિયમોને નેવે મૂકી પોતાની આવકના ખોટા દાખલા સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી પોતાના બાળકોનું (RTE) થકી ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા. જરૂરિયાતમંદ બાળકો પ્રવેશ થી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે રાઈટ ટુ એજ્યુકેશન ના નામે ખેડબ્રહ્મા તાલુકામાં આવકોના ખોટા દાખલા મેળવી લાખોપતીઓના બાળકો શાળાઓમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવે છે અને ખરેખર રાઈટ ટુ એજ્યુકેશન માં પાત્રતા ધરાવનાર ગરીબ બાળકો શાળાઓમાં પ્રવેશ થી વંચિત રહે છે જેથી સત્વરે જવાબદાર વિભાગ દ્વારા ખોટા આવકોના દાખલા મેળવનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જરૂરિયાતમંદ બાળકોને(RTE) પાકી પ્રવેશ આપવામાં આવે તેમ લોક માંગ ઉઠવા પામી છે.

જવાબદાર અધિકારીઓ ઘ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જરૂરિયાતમંદ બાળકોને ન્યાય મળે