મુડેઠા હાઈવે પર લગાવેલ સોલાર પ્લેટ ધરાશાયી....
મુડેઠા સબ સ્ટેશન અને ગામમાં અનેક વૃક્ષો ધરાશયી થયા છે
બિપરજોય વાવાઝોડાના કારણે ડીસા તાલુકાના મુડેઠા હાઈવે પર હાઈવે ઓથોરિટી દ્વારા લગાવેલ સોલાર પ્લેટ ધરાશાયી થઈ ગઈ હતી તો બીજી તરફ મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં ક્યાંક રોડ કે ખેતરમાં વૃક્ષો ધરાશયી થયા છે. મુડેઠા સબ સ્ટેશન ખાતે રાત્રે વૃક્ષો ધરાશયી થયા છે અને ખેડૂતે રાત દિવસ મહેનત કરીને બાજરી પકવેલી ખેતરમાં કાપણી કરેલી બાજરી અને ઘાસચારો પલડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.....