મહુવા તાલુકાના બોરીયા ગામનો યુવાન વિશાલ પટેલ દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ગેમ્સમાં 400 મીટર સ્વિમિંગ માં વિજેતા બની ગોલ્ડ મેડલ હાંસલ કરી ગૌરવ વધાર્યું છે.

         મહુવા તાલુકાના બોરીયા ગામનો વિશાલ પટેલ સામાન્ય પરિવાર માંથી આવે છે પ્રાથમિક શિક્ષણ સમયેના પ્રારંભિક તબક્કામાં જ સ્વિમિંગમાં કૌશલ્ય પ્રાપ્ત કરી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

             હાલ વિશાલ પટેલ એસ.આર.સ્કૂલ દેવગઢ બારીયા ખાતે અભ્યાસ કરે છે અને ત્યાંની ટિમમાં ભાગ લઈ દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ગેમ્સમાં 400 મીટર ફ્રી રિલે સ્વિમિંગમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ વિજેતા બન્યો છે.સામાન્ય પરિવાર માંથી આવતા વિશાલ પટેલે આ સિદ્ધિ હાંસલ કરતા સમગ્ર રાજ્ય તેમજ સમાજનું નામ રોશન કર્યું છે.તેમના કોચ તરીકે પિયુષ ટેલરે તેમને તાલીમ આપી હતી.