મહેસાણા : મહેસાણા LCB ની ટીમે રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઇ રહેલી કિયા કારને મેવડ ટોલનાકા પાસે અટકાવી તેમાંથી રુ.1.68 લાખનો વિદેશી દારૂનો જથ્થો તથા કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી કુલ રુ. 11.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મહેસાણા જિલ્લા SP અચલ ત્યાગીએ પ્રોહિબીશનની પ્રવૃતિને ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા LCB PI જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા LCB ટીમના PSI એચ.એલ.જોષી, ASI આશાબેન, રાજેન્દ્રસિંહ, દિલિપસિંહ, સાબીરખાન, રાકેશસિંહ, ભાવિકકુમાર, પાર્થકુમાર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતા તે દરમિયાન સાબિરખાન તથા ભાવિકકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી કિયા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કાર ચાલક અમદાવાદ તરફ જઇ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે મેવડ ટોલ નાકા પાસે LCBએ વોચ ગોઠવી દીધી હતી. 

આ દરમિયાન ઉપરોક્ત બાતમીવાળી કિયા કાર આવતાં કારને કોર્ડન કરી અટકાવી કારમાં તપાસ કરતાં કિયા કારમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ તથા બિયરના ટીનનો જથ્થો કિંમત રું. 1.68 લાખનો જથ્થો ભરેલો હતો. કારમાં સવાર બે શખ્સો મોગલ આસીફ ઉર્ફ આસો યુસુફ બેગ અને ક્લીનર શાહ મહમદ આદિલ સાજીદ ભાઈ ને ઝડપી લીધા હતા. પોલીસે સમગ્ર કેસમાં વિદેશી દારૂ,એક મોબાઈલ,એક ગાડી મળી કુલ રુ.11.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સાબીર ઉર્ફ કાલુ અને વાદળ સિંહ ઉર્ફ કેતન સિંહ વાઘેલા ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.