ડીસા (મેરૂજી પ્રજાપતિ)

આજરોજતા.૧૬/૬/૨૩ ના રોજ સાંજ ના સુમારે લાખણી-ડીસા હાઇવે ઉપર લાખણી ગામની સીમમાં ડીસા તરફથી આવી રહેલ કાર ડિવાઈડર કુદી સામેના રોડ ઉપર ચડી જતા બસની અડફેટે આવી જતા કારચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજવા પામેલ. લાખણી-આગથળા વચ્ચે ઠાકોર સમાજ છાત્રાલય પાસે બનેલ બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે કાર ડીસા તરફથી લાખણી તરફ જઈ રહી હતી ત્યારે રસ્તા ઉપર વરસાદી પાણીના કારણે કાર ચાલકે સ્ટેરીગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદી સામેની સાઈડ ઉપર ચડી ગયેલ જેને લઈ સામેથી આવતી બસે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જવા પામેલ. કારચાલક આશાસ્પદ યુવક સેધાભાઈ રાજાભાઈ ચાવડા રબારી ઉ.વ.૨૦ નું ઘટના સ્થળે મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામેલ. જે અંગે આગથળા પી.એસ.આઈ.શ્રી એન.એચ.રાણા એ.એસ.આઈ.જયરૂપજી અને મહેન્દ્રસિંહે પી.એમ. માટે તજવીજ હાથધરી પ્રાથમિક તપાસ હાથ ધરેલ છે.