ગુજરાતના સમુદ્ર કાંઠે બિપોરજોય વાવાઝોડાની તબાહીના સંકેતોને પગલે.....

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ગોધરા ડીવીઝનના તાબા હેઠળના સાત એસ.ટી.ડેપો ઉપરથી સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ દોડતી બસોની ટ્રીપો હાલ પૂરતી સ્થગિત કરાઈ

ગોધરા તા.

ગુજરાતના દરીયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું તબાહી મચાવે એવા સંકેતોને લઈને ગોધરા એસ.ટી.ડીવીઝનના તાબા હેઠળના સાત એસ.ટી.ડેપો માંથી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી દોડતી લાંબા અંતરની તમામ ટ્રીપોને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. સાથોસાથ ગોધરા એસ.ટી.ડીવીઝન કચેરી ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરીને જી.પી.એસ. ના માધ્યમથી સતત મોનીટરીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાવવાની શરૂઆત થઈ ગઈ છે, વાવાઝોડુ જેમ જેમ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેમ તેમ તેની અસર ગંભીર જોવા મળી રહી છે, જેના કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મુસાફરો અને એસ.ટી. નિગમ ની માલ મિલકતને કોઈ નુકસાન ન થાય તેના અગમચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જનારી એસ.ટી. વિભાગની ત્રણ જિલ્લામાં આવેલ સાત ડેપોની તમામ એસ.ટી. બસ સેવાઓની હાલ ટ્રીપો રદ્દ કરી દેવામાં આવી છે,જેના લીધે સૌરાષ્ટ્ર- કચ્છ તરફ જતી એસ.ટી. ગોધરા વિભાગની તમામ બસ સેવાઓ હાલ બીપરજોય વાવાઝોડાના લીધે સ્થગિત કરી દેવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ભુજ મુન્દ્રા પોર્ટ વગેરે જે દરિયાકાંઠાના વિસ્તારોને વાવાઝોડા ની અસર સૌથી વધુ જોવા મળી રહી છે તે તમામ એરિયામાં આજથી ગોધરા એસ.ટી. નિગમ દ્વારા બસો કંટ્રોલ કરવાનું આયોજન તકેદારીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના દરેક ડેપો ખાતે કંટ્રોલરૂમ શરૂ કરી રાઉન્ડ ધી ક્લોક તમામ ઓફિસરોને નિયુક્તિ કરી તમામ ઓપરેશન બાબતે તેનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તે જ પ્રમાણે ડિવિઝન ઓફિસ ખાતે કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા જી.પી.એસ. ના માધ્યમથી દરેક બસોના સંચાલન પર સીધુ મોનેટરીંગ કરાય રહ્યું છે. તેમજ ડિવિઝન ઓફિસ ખાતે પણ ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરી ઓફિસરોને નિયુક્તિ કરી વાવાઝોડા બાબતે સતત મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે જો વાવાઝોડા દરમિયાન લાઈટ જાય અથવા તો કોઈ અણ બનાવ બને તો તેને પહોંચી વળવા તમામ ટીમો તૈયાર કરી એક્શન મોડમાં રાખવામાં આવેલ છે. આમ બીપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી ગોધરા એસટી નિગમ પણ એક્શન મોડમાં આવીને કામગીરી કરી રહી છે. તેમજ તકેદારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર તરફ જતી ગાડીઓ જેમકે જામનગર, પોરબંદર, વેરાવળ, જુનાગઢ, ભાવનગર તથા ભુજ, મુન્દ્રા, પોર્ટ વગેરે જે એરિયામાં વાવાઝોડા ની સૌથી વધારે અસર થવાની છે તેવા તમામ એરીયાના રૂટ આજથી કંટ્રોલ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભાગીય નિયામક બી.આર. ડીંડોર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને તેમજ મુસાફરો અને એસ.ટી.ની માલ મિલકતને નુકસાન ન થાય તે માટે સૌરાષ્ટ્ર અને કચ્છ મુન્દ્રા તરફ જતા તમામ રૂટો ત્રણેય જિલ્લામાંથી રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પૈકી મોટાભાગના જામનગર, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, વેરાવળ, કચ્છ, મુદ્રા વગેરે તરફ જતી બસોની ટ્રીપો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક ડેપો ખાતે વાવાઝોડાની અસર વર્તાઈ અને કોઈ અસર ન થાય તેના સાવચેતીના પગલે ડિવિઝન અને ડેપો ખાતે કંટ્રોલરૂમ શરૂ કરી, બધાને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે, વધુમાં ડિવિઝન ઓફિસ ખાતે કમાન એન્ડ કંટ્રોલરૂમ ની શરૂઆત કરવામાં આવી જ્યાં જીપીએસ ના માધ્યમથી તમામ બસની વ્યવસ્થા ઉપર ધ્યાન રાખવામાં આવી રહી છે. વરસાદના કારણે કોઈ બસમાં અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ આદેશ આપવાના હોય તેને જીપીએસના માધ્યમથી ટ્રેક કરીને ડાયરેક્ટ ડ્રાઇવરને સૂચના આપવાની સિસ્ટમ નિગમ તરફથી કરવામાં આવી છે.