અમીરગઢ ચેકપોસ્ટ પરથી અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં અમીરગઢ પોલીસને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ લગતા ટ્રકને રોકાવી તપાસ કરતા ઘરના સમાન ની આડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી એક ટ્રકમાંથી પોલીસે દારૂ ઝડપી પાડયો છે અમીરગઢ પોલીસ સ્ટાફના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન રાજસ્થાન તરફથી ટ્રક DL-01-LAH-5278 આવતાં જેને રોકાવી પોલીસે ચેક કરતા ટ્રકમાં ઘરસામાનની આડમાં વિદેશી દારૂ બિયરની પેટીઓ ભરેલ મળી આવી હતી.
પોલીસ દારૂ ની 95 પેટી ટીન 1440 બોટલ જેની કિંમત 4 લાખ 23 હજાર 600 રૂપિયા નો દારૂ સહીત કુલ 9 લાખ 33 હજાર 600 રૂપિયા નો મુદામાલ કબ્જે કરી ચાલક પ્રદીપકુમાર સુરજભાન જાટ રહે. નોસ્વા પોસ્ટ.ચિરયા ચરખી દાદરી, હરિયાણા થાના અદમપુરાવાળા ઝડપી પાડી તેમજ અન્ય એક યુવક સાથે મળી મેળાપીપણામાં ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી ગુનો કરતતા તેમની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.