મહુવા તાલુકાના વહેવલ ગામે આવેલ ઠક્કરબાપા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે મહુવા તાલુકા માધ્યમિક શાળાના પગારદાર કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી ની મિટિંગ કારોબારી સભાના પ્રમુખ પ્રેમભાઈ ગૌસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.યોજાયેલ મિટિંગમાં મહુવા તાલુકા માધ્યમિક શાળાના પગારદાર કર્મચારીઓ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી આગવું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું.