કડી તાલુકાના નંદાસણ ગામે રોડ ઉપર નાસ્તો લઈને જઈ રહેલા યુવક ઉપર ચાર ઈસમોએ હુમલો કરતા યુવકને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને માથાના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યુવકને માથાના વાગે ઇજાઓ પહોંચતા તેને માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા અને નંદાસણ પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધ કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના નંદાસણ ગામે રહેતા અનીશ અને ઉર્ફે સરપંચ સૈયદ કે જેઓ ખેતીવાડીનો વ્યવસાય કરી રહ્યાં છે અને પોતાના પરિવાર સાથે નંદાસણ સરકારી દવાખાનાની પાછળ રહે છે. અનીશ સૈયદ કે જે પોતે પોતાના ઘરે હાજર હતા. જે દરમિયાન તેના ભત્રીજા માટે નાસ્તો લેવા માટે સ્કાય વે હોટલમા આવ્યાં હતા. નંદાસણ ગામે અનિશ સૈયદ પોતાના ઘર તરફ નાસ્તો લઈને જઈ રહ્યો હતો. જે દરમિયાન પાછળથી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી આવી પહોંચી હતી. ગાડીમાંથી ઉતરેલો સેજ્જાદ અલી સૈયદ, સદ્દામ અલી સૈયદ સહીતના ચાર ઈસમો નીચે ઉતરીને કહેવા લાગ્યા કે, તું માંડલ વાળા ઘાંચી એજીજ સાથે સંબંધ કેમ રાખે છે અને તેની સાથે કેમ ફરે છે. જેવું કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અનીસે ગાળો બોલવાની ના પાડતાં ચારેય ઈસમો ઉશ્કેરાઈને અનીશ સૈયદ પર ધારીયા તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો. જ્યાં ઝઘડો થતાં અનિશે બૂમાબૂમ કરતા લોકો આવી પહોંચ્યા હતા અને અનીશને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ ઇજાઓ પહોંચતા અનીશને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માથાના ભાગે ટાંકા આવતા જેવોને ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નંદાસણ પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.