ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતની આગેવાનીમાં રાખેલી ડ્રાઇવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સપેક્ટર જે.એસ.ઝાંબરે અને પોલીસ સબ ઇન્સપેક્ટર બી.કે.મારૂડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ અલગ જગ્યાઓ પર દરોડાઓ પાડી આરોપીઓએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ બનાવવાનો આથો લીટર 2,100, કિંમત રૂ. 4,200 અને દેશી દારૂ લીટર 15, કિંમત રૂ. 300નો મુદામાલ રાખી પકડાઇ ગયેલા આરોપી ઇનાયતભાઇ કાદરભાઇ સેતા ( ઉંમર વર્ષ- 29 ), ધ્રાંગધ્રાવાળા વિરુદ્ધ તેમજ નહીં પકડાયેલા આરોપીઓ મહેશભાઇ ભીમાભાઇ ચૌહાણ, ધ્રાંગધ્રા અને સંજયસિંહ મહિપતસિંહ ઝાલા, ધ્રાંગધ્રા તથા રમેશભાઇ મોહનભાઇ ઠાકોર, ધ્રાંગધ્રા વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ઇસન્દ્રા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે સરકારી ખરાબામાં આરોપી મહેશભાઇ ભીમાભાઇ ચૌહાણ, ધ્રાંગધ્રાવાળાએ દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1900 કિંમત રૂ. 3,800ના મુદામાલ સાથે રેડ દરમિયાન હાજર ન મળી આવતા એની વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી એને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે તોરણ હોટલ પાસે બંધારકી સીમમાં આરોપી સંજયસિંહ મહીપતસિંહ ઝાલા ( ધ્રાંગધ્રા )વાળો નાસી ગયેલો હોઇ તેમજ ઇનાયતભાઇ કાદરભાઇ સેતા, ધ્રાંગધ્રાવાળો દેશી દારૂ બનાવવાનો આથો લિટર 200, કિંમત રૂ. 400ના મુદામાલ સાથે રેડ દરમિયાન પોલીસના હાથે પકડાઇ ગયો હતો. જ્યારે વાદીપરા આયુર્વેદિક દવાખાનાની પાસે, ધ્રાંગધ્રા ખાતે આરોપી રમેશભાઇ મોહનભાઇ ઠાકોર , ધ્રાંગધ્રાવાળો દેશી દારૂ લીટર 15, કિંમત રૂ. 300ના મુદામાલ સાથે રેડ દરમિયાન હાજર ન મળી આવતા એના વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી એને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના આ દરોડામાં પીએસઆઇ બી.કે.મારૂડા અને નરેશભાઇ લાભુભાઇ ભોજીયા સહિતનો પોલીસ સ્ટાફ હાજર હતો. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઇ બી.કે.મારૂડા ચલાવી રહ્યાં છે.