બનાસકાંઠાની એલ.સી.બી પોલીસે થરાદમાંથી ચોરીના 4 બાઈકો સાથે 2 શખ્સોને દબોચી લીધા હતા. થરાદના ઝેટા ગામના બે શખ્સોએ પાલનપુરના અલગ અલગ વિસ્તારમાંથી 4 બાઈકોની ચોરી કરી હતી. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જગદીશ રાઠોડ નામના શખ્સને રોકાવી પૂછપરછ હાથ ધરી હતી.
ત્યારે સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો. એલસીબી પોલીસે ચોરીના 4 બાઈકો સાથે જગદીશ રાઠોડ અને નિલેશ રાઘાભાઈ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલ.સી.બી પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમીયાન બાતમી હકીકત મેળવી જગદીશ દરઘાભાઇ રાઠોડને મોટર સાયકલ સાથે રોકાવી પકડી પાડી તેણે તથા તેની સાથેના નીલેશ રાઠોડને ઝડપી પાડ્યા હતા. પાલનપુર સહીત અલગ અલગ વિસ્તારમાં ચાર બાઈકની ઉઠાંતરી કરનારાને પોલીસે દબોચી લેતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. એલસીબી પોલીસ ચાર બાઈકો કબ્જે લઈ ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.