ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી હકિકત મળેલ કે,“અમદાવાદ શહેરમાં, સરદાર નગર વિસ્તારમાં, કુબેરનગર ફ્રી કોલોની ખાતે સુધીરભાઇ જિલ્લાભાઇ તમાઇચી તથા હર્ષદભાઇ ઉર્ફે મુંગળો જિલ્લાભાઇ તમાઇચી સાથે મળી તેના રહેણાંક મકાન નજીક ઓટલા ઉપર ખુલ્લા શેડ નીચે તેમના મળતીયા માણસો બેસાડી , બહારથી માણસો બોલાવી , ગંજી - પત્તાનો તથા ટોકન વડે નાણાંની હારજીત નો જુગારનો અખાડો ચલાવે છે.”તે માહિતી આધારે તા.૨૭/૧૨/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, કુલ ૧૨ ઇસમોને રોકડ રૂપિયા ૧,૦૯,૯૭૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૨,૦૯,૪૭૦/- નો મુદ્દામાલ કબજે કરી, પકડાયેલ ૧૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૫ આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ શહેરના સરદાર નગર પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Ahmedabad #sardarnagar #GujaratPolice