રાજુલાના મહે. એડી. સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતાં.રાજુલાના વિદ્વાન ધારાશાસ્ત્રી દયાળભાઈ ડી. સોલંકીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતા રાજુલાના મહે. એડી. સેશન્સ જજ સાહેબ 

- આ કામની ટૂંક હકીકત એવી છે કે,

આ કામના ફરિયાદીની સગીર વયની દિકરીને રાજુલાના તત્વજ્યોતિ પાસે રહેતો આ કામનો આરોપી વિજય ભરતભાઈ માળી તા.૧૦/૧૨/૨૦૧૮ ના રોજ બદકામ કરવાના ઇરાદે ફરિયાદીની દિકરી સગીર હોવાનું જાણવા છતાં દુષ્કર્મ કરવા તત્વ જયોતિ વિસ્તાર ના બંધ પડેલા મકાન મા લઈ જઈ દુષ્કર્મ આચરેલ હોય,

 જેની ફરીયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૭૬(૩) તથા પૉકસો એક્ટ ની કલમ ૪,૬,૮ મુજબ ફરિયાદ નોંધાયેલ.

 જેની તપાસ કરનાર અધિકારી દ્વારા તપાસ ના અંત્તે નામદાર એડી. સેશન્સ કોર્ટમાં ચાર્જશિટ ફાઈલ કરવામાં આવેલ

જેનો પોકસો કેસ નામદાર એડી. સેશન્સ જજ સાહેબની કોર્ટ માં ચાલી જતાં આરોપી વિજય માળી ને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરવામાં આવેલ

બચાવ પક્ષે રાજુલાના જાણીતા વકીલ દયાળભાઈ ડી. સોલંકી રોકાયેલા હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી. .