સુરેન્દ્રનગર વઢવાણમાં લોક ડાયરો યોજાયો હતો. જેમાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. વ્હાલી દીકરી નામના પુસ્તકના વિમોચન પ્રસંગે યોજાયેલા ડાયરામાં ખ્યાતનામ કલાકાર બીરજુ બારોટ સહિતના કલાકારોએ શ્રોતાઓના દિલ ડોલાવ્યા હતા.સુરેન્દ્રનગર મેડીકલ હૉલ ખાતે યોજાયેલા લોક ડાયરામાં ઉડેલા રૂપિયાને મોટા મદીરમાં ભેટ આપવામાં આવ્યાં હતા. 23માં મોગલ મહોત્સવ તેમજ વ્હાલી દીકરી નામના પુસ્તકના વિમોચન પ્રસંગ નિમિત્તે ડાયરો યોજાયો હતો. જેમાં ચલણી નોટનો વરસાદ થયો હતો. આ લોક ડાયરામાં બીરજુ બારોટ અને લક્ષ્મણ બારોટે ભજનની રમઝટ બોલાવી હતી.મનહરદાન ગઢવીના પુસ્તક વ્હાલી દિકરીનું વિમોચન મોટા મંદિરના લાલદાસબાપુએ કર્યું હતું. વ્હાલી દીકરી નામના પુસ્તક વિમોચન પ્રસંગે યોજાયેલા ડાયરામાં ખ્યાતનામ કલાકાર બીરજુ બારોટ સહિતના કલાકારોએ શ્રોતાઓના દિલ ડોલાવ્યા હતા અને કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો.
ખ્યાતનામ કલાકાર બીરજુ બારોટ અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ શ્રોતાઓના દિલ ડોલાવ્યા :ચલણી નોટોનો વરસાદ થયો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/06/nerity_4013f832afc125481fb3428d678b9de8.webp)