ડીસા તાલુકા પોલીસે સ્કોર્પિયો ગાડી મો વિદેશી દારૂ ના જથ્થા સાથે એક ની અટકાયત .
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ના પી આઇ શ્રી એસ એમ પટણી સાહેબ તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સામેથી આવતી સ્કોર્પિયો ગાડી નંબર GJ 01 KJ 7075 ને રોકી તેની તપાસ કરતા ગાડી મો ગેરકાયદેસર વિદેશી દારૂ મળી આવતા ગાડી અને વિદેશી દારૂ ના જથ્થા સાથે એક આરોપીને પકડી ડીસા રૂરલ પોલિસ સ્ટેશને લાવવામો આવ્યા હતા
શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષ્યરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા,
શ્રી ડૉ.કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક,ડીસા વિભાગ, ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ,
શ્રી એસ એમ પટણી, પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમી હકિકત આધારે વોચ તપાસમાં રહી ત્વરીત કાર્યવાહી કરી સ્કોરપીઓ ગાડી નંબર : GJ-01-KJ-7075 વાળીમાં ગેરકાયદેસરની ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂ/ટીનની પેટી નંગ-૨૧ જે કુલ બોટલ નંગ-૯૮૪, કિ.રૂા.૯૮,૮૮૦/- તથા સ્કોરપીઓ ગાડી નંબર :
GJ-01-KI-7075, કિ.રૂ.૨,00,000/- એમ મળી કુલ કિ.રૂા.૨,૯૮,૮૮૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી આરોપીએ રાજસ્થાન રાજય નિર્મિત ગેરકાયદેસર વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્રનો પાર્દાફાશ કરી
તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેની વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે.ત્યારે પકડાયેલ આરોપી ગણપતસીંગ પારખાનજી વાઘેલા, ઉવ.૩૨, ધંધો ખેતી, રહે. ભડથ (કુંભાણી પાર્ટી) ,
અને પેટ્રોલિંગ દરમિયાન કામગીરી કરનાર ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ના અધિકારીશ્રી
શ્રી એસ એમ પટણી,પોલીસ ઈન્સ્પેક્ટર.
અને તેમની સાથે
શ્રી રાજેશકુમાર,હેડ.કોન્સ.
શ્રી વિજયસિંહ,હેડ.કોન્સ.
શ્રી રમેશભાઇ,પો.કોન્સ.,
શ્રી મુકેશકુમાર,પો.કોન્સ.
શ્રી ભૂપતભાઇ,પો.કોન્સ.
શ્રી અશોકભાઇ,પો.કૉન્સ.
શ્રી પ્રભાતસિંહ,પો.કોન્સ.
સાથે રહી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી હતી
અહેવાલ અમૃત માળી ડીસા