પાલનપુર કીર્તિસ્તંભ વિસ્તારમાં ક્રિકેટ વલ્ડ કપની ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકાની મેચ ઉપર સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 11750 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને આઇડી આપનારા શખ્સ સામે પણ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પૂર્વ પોલીસ મથકની ટીમે કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલી ગલીમાં ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકાની મેચ ઉપર સટ્ટો રમતા પાલનપુર તાલુકાના ખોડલા લોહવાસનો પ્રવિણભાઇ સવાભાઇ ચૌધરીને પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી રોકડ રૂપિયા 1750 તેમજ રૂપિયા 10,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 11750નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આઇડી આપનારા પાલનપુર તાલુકાના ચંડીસરનો જગદીશ ચૌધરી સામે પણ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રવિણ ચૌધરીનો મોબાઇલ ફોન કબ્જે લઇ તપાસ કરતાં તે એસટી એઆર ટીઇ એક્ષસીએચ નામની આઇડી લીંક દ્વારા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 તેમજ બીજી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો.