ખેડા જિલ્લા હદ વિસ્તારમાં અવારનવાર ધાડ, લુંટ વિગેરે ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે. ખેડા જિલ્લા હદ વિસ્તારમાં ગુજરાત રાજય બહારના મજુરો કડીયાકામ, ઈંટોના ભઠ્ઠા, હોટલ ધાબા, રેસ્ટોરન્ટ, ફેકટરી, કારખાનામા, નાનીમોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ ઉપર કામ ધંધા રોજગાર મેળવવા અર્થે આવતા તમામ મજુરો કારીગરો, કલરકામ તથા જુદા જુદા પ્રકારના મજુરી કામ અર્થે મજુરો આવતા હોય છે. અને આ મજુરો કારીગરો જે તે સાઈડ / હોટલ—ધાબા /રેસ્ટોરન્ટ ફેકટરી) કારખાનામાં રહેતા હોય છે. આ મજુરો/કારીગરોને જે તે વિસ્તારના કોન્ટ્રાકટરો / મુકડદમો / હોટલ-ધાબા/ રેસ્ટોરન્ટ / ફેક્ટરી/ કારખાના માલીકો દ્વારા લાવવામાં આવતા હોય છે. પરંતુ તેઓની નોંધણી જે તે પોલીસ સ્ટેશનમાં કરાવતા નથી. જેના કારણે રાજય બહારથી આવેલા આવા મજુરો કારીગરો જે તે સ્થળે રહેતા હોય, તે વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતિથી માહિતગાર થઈને ધાડ, લુંટ, ઘરફોડ ચોરી વિગેરે ગંભીર પ્રકારના ગુન્હા આચરતા હોય છે. અથવા આવા પ્રકારના ગુન્હાઓમાં મદદ કરતા હોય છે. જેથી આવી પ્રવૃત્તિ આચરતા ઈસમો તેમજ આવા ઈસમોને લાવનાર કોન્ટ્રાકટરો / મુકડદમો / હોટલ–ધાબા/ રેસ્ટોરન્ટ / ફેકટરી/ કારખાના માલીકો ઉપર આવશ્યકપણે નિયંત્રણ મુકી શકાય તે માટે નીચે જણાવ્યા મુજબના મુદ્દાઓ સહિતનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવે છે.

શ્રી બી.એસ.પટેલ જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ખેડા જિલ્લો, નડિયાદ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઈએ હુકમ કરેલ છે કે, મજુરી કામની સાઈડ/હોટલ–ધાબા/રેસ્ટોરન્ટ/ખાણીપીણીના સ્થળો/ફેકટરી/કારખાના ઉપર આવનાર દરેક મજુર/કારીગરોના નામ, સરનામા/સંપર્ક નંબર સાથેનું સુવાચ્ય રજીસ્ટર તથા રજીસ્ટરમાં પુરૂષ મજુરના ડાબા હાથના અંગુઠો અને સ્ત્રી મજુરના જમણા હાથના અંગુઠાના નિશાન સાથેનું રજીસ્ટર સબંધિત કોન્ટ્રાકટર/મુકડદમ/હોટલ–ધાબા/રેસ્ટોરન્ટ ફેકટરી/કારખાના માલીકોએ નિયમીત પણે નોંધી વ્યવસ્થિત રજીસ્ટર નિભાવવાનું રહેશે. દરેક મજુર/કારીગરની સંપુર્ણ ઓળખ, નામ, સરનામુ, ટેલીફોન/મોબાઈલ નંબર તેમજ તેઓના પરીચીત સગા, સબંધીઓના નામ/સરનામા અને ટેલીફોન/મોબાઈલ નંબરની સંપુર્ણ સુવાચ્ય વિગતો પણ રજીસ્ટરમાં નોંધવાની જવાબદારી જે તે કોન્ટ્રાકટર/ મુકડદમ/હોટલ—ધાબા/રેસ્ટોરન્ટ/ફેકટરી/ કારખાના માલીકોએ નિયમિતપણે નોંધવાની રહેશે. દરેક મજૂર/કારીગરના ઓળખકાર્ડ (ચુંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધાર કાર્ડ) વિગેરેની ફોટો કોપી જે તે સાઈટ ઉપર કોન્ટ્રાકટર અથવા મકડદમનાઓ રાખવાની રહેશે. દરેક કોન્ટ્રાકટર / મુકડદમ / હોટલ-ધાબા / રેસ્ટોરન્ટ / ફેકટરી / કારખાનાના મજુર / કારીગરના રજીસ્ટર વ્યવસ્થિત બનાવવી. તેમાં જરૂરી નોંધ કરેલ હોવા, અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે નિયમીતપણે જાણ કરવાની રહેશે. 

આ હુકમ તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૧૮/૦૯/૨૦૨૨ સુધી (બંને દિવસો સુધ્ધાંત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે .