હાલોલ તાલુકા પંથકમાં મેઘરાજાએ લાંબા સમય સુધી વિરામ લીધા બાદ ફરી એકવાર દસ્તક દીધા છે અને પોતાનો અસલ મિજાજ બતાવ્યો છે જેમાં હાલોલ પંથકમાં શુક્રવારના દિવસથી ધીમી પણ મક્કમ ગતિએ મેઘરાજા પોતાની પક્કડ જમાવી વરસી રહ્યા છે અને છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજાએ પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું છે જેને લઇ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક તેજ ધારે વરસતા વરસાદને કારણે સમગ્ર હાલોલ તાલુકો અને હાલોલ નગર જળબંબાકાર બન્યું છે અને સર્વત્ર પાણી જ પાણી થઈ જવા પામ્યું છે જેમાં સતત એકધારી વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પણ ભારે પ્રભાવિત થયું છે અને બજારો સહિતના જાહેર માર્ગો સુનકાર ભાસી રહ્યા છે જેમાં સતત આકાશમાંથી વરસાદ રૂપી કાચું સોનું વરસી રહ્યું હોવાને કારણે ચોમાસાની વિદાય લેતી ઘડીએ મેઘરાજા મહેરબાન થયા હોવાનું જોવા મળતા ધરતીપુત્રોમાં પણ ભારે ખુશી વ્યાપેલી જોવા મળી રહી છે જ્યારે છેલ્લા બે દિવસથી સતત વરસતા વરસાદને કારણે નગર ખાતે તેમજ હાલોલ તાલુકા પંથકમાં ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની બૂમો પણ પડવા પામી છે જ્યારે સતત વરસતા વરસાદ અને પવનને કારણે કેટલાક સ્થળે વૃક્ષની ડાળીઓ તેમજ વૃક્ષો પડી જવાના બનાવ પણ બન્યા છે જ્યારે નદી નાળા અને ચેક ડેમો કોતરો સહિતના પાણીના સંગ્રહસ્થાનોમાં પણ નીરની આવક વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે જ્યારે સતત કાળજાળ ગરમીમાં શેકાતી નગર સહિત તાલુકા પંથકની પ્રજાને છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાહત થઈ હોવાનું અને ઠંડક મહેસુસ થતી હોવાનું જોવા મળી રહ્યું છે જેમાં શનિવારે વહેલી સવારના ૬:૦૦ કલાકથી આજે રવિવારે સાંજે ૬ :૦૦ કલાક સુધીમાં તાલુકા પંથકમાં કુલ ૧૮૦ મી.મી. એટલે કે ૭ ઇંચ થી વધુ  વરસાદ નોંધાયો હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળવા પામી છે જેમાં સૌથી વધુ વરસાદ ગત રાત્રીએ પડ્યો હોવાની માહિતી મળવા પામી છે જેમાં ગત રાત્રીના ૮:૦૦ વાગ્યાથી સવારના ૬:૦૦ વાગ્યા સુધીમાં ૭૬ મી.મી. વરસાદ એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે પૈકી રાત્રિના ૨:૦૦ વાગ્યાથી ૪:૦૦ વાગ્યા સુધીમાં માત્ર ૨ કલાકમાં જ ૧ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે આજે રવિવારે સવારના ૬:૦૦ કલાકથી લઈ સાંજના ૬;૦૦ વાગ્યા સુધીમાં ૭૫ મી.મી. ૩ ઇંચ  વરસાદ નોંધાયો હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળવા પામી છે જ્યારે સીઝનનો કુલ વરસાદ ૮૬૦ મી.મી. એટલે કે ૩૪  ઇંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો હોવાની માહીતી આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલ છે