અમરેલી જિલ્લામાં રોજી રોટી માટે આવતા પરપ્રાંતીયો સાથે ઘણી વખત આજીવન ન ભૂલી શકાય તેવી ઘટના બનતી હોય છે.
સાવરકુંડલાના સીમરણ ગામે મજૂરી અર્થે આવેલી એક પરપ્રાંતીય મહિલા પર કરાની દિવાલ પડતાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અંગે મૂળ મધ્યપ્રદેશના સરદારપુર તાલુકાના ફુલકીપાડાના અને હાલ સાવરકુંડલાના સીમરણ ગામે રહેતા ઈશ્વરભાઈ મુન્નાલાલ મુનીયા (ઉ. વ. ૩૧)એ જાહેર કર્યા મુજબ, તેઓ અને તેમની પત્ની વિષ્ણુબેન મુનીયા (ઉ. વ. ૩૧) માટીનું કામ કરતા હતા.
તે દરમિયાન અચાનક કરો માથે પડતાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ કે. એ. સાંખટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી