ઝાલોદ ના મોટી મહુડી ખાતે થયેલ લૂંટ વિથ મર્ડર ની ઘટના નો ભેદ ઉકેલાયો પ્રેમ સબંધ મા પતિ એ જ પત્ની ની હત્યા કરી લુંટ સ્ટોરી ઊભી કરી હતી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) બે દિવસ પહેલા ઝાલોદ તાલુકા ના મોટીમહુડી ખાતે રાત્રિ ના સમયે બાઈક ઉપર જઈ રહેલા દંપતિ ને માર મારી લૂંટ ચલાવવા મા આવી જેમાં પત્નિ નું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી ઘટના મા એલસીબી સહિત ની પોલીસ ટીમો એ તપાસ નો ધમધમાટ શરૂ કરતાં ફરિયાદી જ આરોપી સામે આવ્યો હતો પોતાના પ્રેમ સબંધ બચાવવા માટે પત્નિ ની ગળુ દબાવી હત્યા કરી નાખી લૂંટ વિથ મર્ડર ની સ્ટોરી ઉપજાવી કાઢી પોલીસ ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, ઝાલોદ તાલુકા ના ધોળાખાખરા ગામ ના શૈલેષ ડામોર ને પોતાના જ ગામની રસીકા નામ ની મહિલા સાથે પ્રેમ સબંધ હતા પોતાના પતિ ના પ્રેમસંબંધ ની જાણ પત્નિ ને થતા બન્ને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી અને પ્રેમિકા શૈલેષ સાથે જ રહેવા માંગતી હતી જેથી પ્રેમસંબંધ મા કાંટારૂપ પત્નિ ની હત્યા કરવાનુ આયોજન કરી બનાવ ના દિવસે આરોપી શૈલેષ પોતાની પત્ની ને બાઈક ઉપર લઇ પોતાના સાઢુ ને ત્યાં તેમજ અન્ય સબંધી ઓ ને ત્યાં લઈ ગયો હતો અને મોડીરાતે પોતાના ઘરે પરત જતી વખતે મોટીમહુડી ખાતે સુમસાન જગ્યા મા બાઈક સાથે ગટર મા પાડી દીધી હતી ત્યારબાદ ગળુદબાવી હત્યા કરી નાખી અને તેના શરીર ઉપર ના ચાંદીના દાગીના ઉતારી લીધા તેમજ પોતાના કાન મા પહેરેલ કડી ઓ પણ ખેંચી લીધી અને નજીક ની ઝાડીઓ મા છુપાવી દીધા બાદ પોતાના ભાઈ ને ફોન કરી પોતાને અને પત્ની ને લૂંટારા ઓ માર મારી લૂંટ ચલાવી હોવાની જાણ કરી હતી અને પરીવારજનો આવતા પોતે બેભાન હોવાનું નાટક કર્યુ હતુ જેથી તેને સારવાર હેઠળ ખસેડી ડોગ સ્કવોડ, એલસીબી તેમજ એસ પી સહીત ની પોલીસ ટીમો એ ઘટના સ્થળે તપાસ કરતા ડોગ સ્કવોડ ની ટીમે નજીક માથી દાગીના શોધી કાઢ્યા હતા અને આરોપી શૈલેષ ને ખાસ ઈજાઓ નહોતી જેથી સમગ્ર ઘટના શંકાસ્પદ લાગી હતી તેથી પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ ના માધ્યમ થી શૈલેષ ના પ્રેમસંબંધ વિશે જાણ થઈ હતી તેમજ શૈલેષ ભાન મા આવતા સઘન પૂછપરછ મા પોતે જ હત્યા કરી લૂંટ નું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે શૈલેષ તેમજ પ્રેમિકા રસિકા બન્ને ની ધરપકડ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ
સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયાપ્રેમીઓ...
07 सितंबर 2022 को अहमदाबाद मंडल के जगुदन-महेसाणा सेक्शन पर सीआरएस निरीक्षण व स्पीड ट्रायल होगा
पश्चिम रेलवे के अहमदाबाद मंडल के जगुदन-महेसाणा सेक्शन पर 07 सितंबर 2022 को सीआरएस निरीक्षण व...
Gujarat Floods: गुजरात के 18 जिलों का हाल बेहाल, 3 दिनों की बारिश से लोग त्राहि-त्राहि कर रहे
Gujarat Floods: गुजरात के 18 जिलों का हाल बेहाल, 3 दिनों की बारिश से लोग त्राहि-त्राहि कर रहे
દ્વારકા જગત મંદિરે જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ
દ્વારકા જગત મંદિરે જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ
અમરેલીમાં 5 સિંહોના ટોળાનો વીડિયો થયો વાયરલ | SatyaNirbhay News Channel
અમરેલીમાં 5 સિંહોના ટોળાનો વીડિયો થયો વાયરલ | SatyaNirbhay News Channel