વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે. તેઓ કયા કયા સ્થળોએ જઈ, કયાં રોકાણ કરેલ છે. તેમજ તેમની મુલાકાતનું સાચુ કારણ જાણી શકાય તેવી સચોટ તેમજ અસરકારક વ્યવસ્થા હાલમાં ઉપલબ્ધ નથી. તેમજ હોટલ, ગેસ્ટ હાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં પણ તેઓની વિગત લાંબા સમય સુધી રાખવામાં આવતી નથી. આ બાબતનો લાભ કોઈ પણ આતંકવાદી કે રાષ્ટ્રદોહિ પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વો લઈ શકે તેમ છે. જેથી વિદેશી નાગરીકો કયા કારણથી ભારતમા આવી કયા કયા સ્થળોની મુલાકાત લીધેલ, રોકાણની વિગતો, કયાંથી પરત ગયા તે તમામ વિગતો મેળવી શકાય તેમજ તેમની ગતિવિધી ઉપ૨ નજર રાખી શકાય તે માટે ભારત સરકારશ્રી દ્વારા ("આઈ.વી.એફ.આર.ટી." ઈમીગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન તથા ટ્રેકીંગ) પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે અને આ પ્રોજેકટને દરેક દેશની એમ્બેસીઓ સાથે જોડી વિદેશી નાગરીકોની તમામ કાર્યવાહી સરકારશ્રી દ્વારા તા.૦૧/૦૮/૨૦૧૩ના રોજ ઓનલાઈન કાર્યરત કરવામાં આવેલ છે. વિદેશી નાગરીકોના ઓનલાઈન ફોર્મ સી ભરી રજીસ્ટર થઈ યુઝર આઈડી, પાસવર્ડ અને ફોર્મ-સી ભરી તેમા સહી સિકકા કરી એફ.આર.ઓ. કચેરી ખાતે જમા કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવે છે. 

શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ખેડા જિલ્લો, નડિયાદ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઈએ હુકમ કરેલ છે કે, ભારતમાં જુદા જુદા કારણોસર વિદેશી નાગરીકો આવી હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાનામાં રોકાણ કરતા તેમજ જુદા જુદા પ્રકારની મેડીકલ સારવાર માટે જિલ્લાની જુદી જુદી હોસ્પિટલોમાં રોકાણ કરી મેડીકલ સારવાર અને જુદીજુદી કોલેજ અને યુનિવર્સિટીમાં એડમીશન મેળવી અભ્યાસ માટે રોકાણ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ સહિત પ્રોજેકટ હેઠળ ઓનલાઈન જોઈ શકાય તે માટે સબંધિત હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફર ખાના, મોટી હોસ્પિટલ, કોલેજ અને યુનિવર્સિટીના સંચાલક/માલીક પ્રથમ www.indianfrro. gov.in/ frro/FormC વેબસાઈટ ઉપર રજીસ્ટર થયા તેનો આઈડી અને પાસવર્ડ જે તે સંસ્થા/માલીક તેમની પાસે રેકર્ડમાં રાખે અને યુઝરઆઈડી અને પાસવર્ડની માહિતી તેમના પત્ર સાથે પોલીસ અધિક્ષક અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસરશ્રી કચેરી, આશ્રમ રોડ, રેલવે ઓવરબ્રીજ પાસે, એલઆઈબી શાખા, રૂમ નં.૧, નડીઆદ જિ.ખેડા ખાતે મોકલી આપવામાં આવે જેથી કરીને તેઓ રજીસ્ટર થયા અંગેની જાણકારી મળી રહે. 

સબંધિત હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, મોટી હોસ્પિટલ, કોલેજ અને યુનિવર્સિટીમાં જયારે જયારે વિદેશી નાગરીકો આવે ત્યારે સબંધિત સંસ્થા/સંચાલક દ્વારા www.indianfrro.gov.in/frro/Form C વેબસાઈટ ઉપર જે તે સંસ્થા/માલીક દ્વારા તેમની સસ્થાને અગાઉ રજીસ્ટર કરવામાં આવેલ છે. તે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગઓન થઈ ફોર્મ-સી માં જે તે વિદેશી નાગરીકની તમામ સાચી વિગતો ભરી, ફોટો તેમજ અન્ય દસ્તાવેજ અપલોડ કરી, માહિતી સેવ કરી તેની પ્રિન્ટઆઉટ કાઢવી અને તેમાં જરૂરી જે તે સસ્થા/માલીકની સહી સિકકા કરી, જે તે સંસ્થાના રેકર્ડમાં એક નકલ રાખવી અને એક નકલ એસ.ઓ.જી. કચેરી, ડભાણ ચોકડી નજીક, ડભાણ, તા.નડીઆદ ખાતે મોકલી આપવાની રહેશે.

આ હુકમ તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૧૮/૦૯/૨૦૨૨ સુધી (બંન્ને દિવસો સુધ્ધાંત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.