ખંભાતના વડગામ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેન્ગૃવના રોપાનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.MISHTI કાર્યક્રમ હેઠળ બે હેક્ટર જમીનમાં 10000 મેંગ્રુવ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ખંભાત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પૂર્વધારાસભ્ય મયુરભાઈ રાવલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, વન અધિકારી સહિતના અધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.