વઢવાણ મસ્જિદચોકમાં કંસારાની દુકાનમાં વાસણોની હરેફેર માટે બનવેલી લિફ્ટમાં દુકાનમાં કામ કરતો યુવક ફસાઇ જતા તેનું કરૂણ મોત થયુ હતુ.વઢવાણ મુખ્ય બજારમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં અરેરાટી ફેલાઇ હતી.વઢવાણ કંસારા બજારમાં આવેલી છબીલદાસ જયંતિલાલની વાસણોની દુકાનમાં કામ કરતા યુવક ભટ્ટ સુમિતભાઇ સુરેશભાઇ વાસણોની હેરફેર માટે બનાવેલી લીફ્ટમાં વાસણો ચડાવી રહ્યા હતા. ત્યારે અકસ્માતે લીફ્ટમાં ફસાઇ જતા દુકાનના તમામ માણસો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.તાત્કાલિક 108 બોલાવાઇ હતી. પરંતુ કમનસીબે સુમિતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. મૃતક યુવકના માતાપિતા પૂનમના દર્શન કરવા માટે ગયા હોવાથી વઢવાણ શહેર અને કંસારા બજારમાં શોકની લાગણી ફેલાઇ હતી.