બિહારમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાયી થયો 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નદીમાં 4 પિલર પણ પડ્યા, એક વર્ષ પહેલા પણ આ જ સ્લેબ પડી ગયો હતો કોઈ જાનહાની થવા પામી ન હતી

બિહારના ખગરિયામાં અગુવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બનેલો પુલ રવિવારે તૂટી પડ્યો છે. પુલના ચાર પિલર પણ નદીમાં ડૂબી ગયા છે. બ્રિજનો લગભગ 192 મીટર લાંબો ભાગ નદીમાં પડી ગયો છે. સદનસીબે આ બનાવ સાંજે થયો હોવાથી ત્યાં કોઈ મજૂર ફરજ પર નહોતો કોઈ જાનહાની થવા પામી નથી

23 ફેબ્રુઆરી, 2014ના રોજ, મુખ્યમંત્રી નીતીશ કુમારે ખાગરિયા જિલ્લાના પરબટ્ટા ખાતે પુલના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. આ પછી, 9 માર્ચ 2015ના રોજ પુલનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. પુલની લંબાઈ કુલ લંબાઈ 3.100 કિમી છે.