અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.