વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શનથી અને રાષ્ટ્રિય સેવા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વસાહતીઓમાં સાયકલ પ્રત્યે રૂચિ વધે અને વધુમા વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે તે અંગેની જાગૃતિ ફેલાય તે હેતુથી એક સાયકલ રેલીનુ આયોજન કરવામા આવ્યું હતું. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.આર.એમ.ચૌહાણે ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થિઓને વિશ્વ સાયકલ દિવસની શુભેચ્છાઓ પાઠવી રેલીનુ પ્રસ્થાન કરાવ્યું હતું અને સાયકલ રેલીમા જોડાયા હતા.
આ સાયકલ રેલીમા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો.સી.એમ.મુરલિધરન, કુલસચિવશ્રી ડો. પી. ટી. પટેલ, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે. પી. ઠાકર, નિયામકશ્રી આઇ.ટી.સેલ ડો. પ્રતિક ચાવડા અને તમામ મહાવિદ્યાલય અને પોલીટેકનીકના આચાર્યશ્રીઓ પણ રેલીમા જોડાઇને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.
આ સાયક્લ રેલીમા યુનિવર્સીટી તમામ અધિકારીશ્રીઓ, તમામ ફેકલ્ટીના ડીનશ્રીઓ, તમામ જિમખાના ચેરમેનશ્રીઓ, પ્રોગ્રામ ઓફીસરશ્રીઓ(રા.સે.યો.), કર્મચારિશ્રીઓ, વસાહતીઓ અને વિદ્યાર્થીઓ મળી કુલ-૨૯૫ લોકો જોડાયા હતા. આ સાયકલ રેલીને સફળ બનાવવા માટે નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ અને તેમની સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવીને સમગ્ર રેલીનુ સુંદર આયોજન કર્યું હતુ.