બોરિદ્રા ગામ નજીક ટ્રક ચાલકે ઇક્કો ગાડી ચાલકને ટક્કર મારી થયો ફરાર

મળતી માહિતી અનુસાર આ કામના ડમ્પર ગાડી નંબર GJ 17 XX 2520 નંબરના ડમ્પર ચાલકે પોતાના કબજાનો ડમ્પર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોજે બોરિદ્રા ગામ પાસે રાજપીપલા મોવી રોડ ઉપર આવતા આ કામના ફરિયાદી રઉલ ભગવાન આહીર રહે માલેગાંવ જિલ્લો નાસિકનાઓની ઇકો ગાડી નંબર MH 41 AZ 7923 નંબરની ઇક્કો ગાડી ને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જી ભાગી ગયો હોવાનું જાણવા મળેલ છે

આ સર્જાયેલા અકસ્માતમાં ફરિયાદી રઉલભાઈ આહીરને પગના ભાગે ફ્રેક્ચર તથા કોણીના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે. તથા સંતોષભાઈ શ્રાવણભાઈ ગાયકવાડ ને હાથના ભાગે તથા મોઢા ના ભાગે ઇજા તથા પ્રવીણભાઈ કૌતિકભાઈ નીકમને પગના ભાગે ઇજાઓ થઈ હોવાનું જાણવા મળેલ છે. સદર ઘટનાની જાણ આમલેથા પોલીસને થતા આમલેથા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.....