પ્રેમિકા બીજા સાથે પ્રેમનો વહેમ રાખી અવાર-નવાર ઝગડા કરતા પ્રેમીને મનમાં લાગી આવતા આત્મહત્યા કરી હતી. જોકે, તે પહેલા એક ઓડિયો મોબાઈલ દ્વારા વાયરલ કરી રાત્રીના સમયે પ્રેમિકાના ઘરની પાછળ લીમડાના ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી હતી.
જે બાદ શ્વાનના ભસવાનો અવાજ આવતા રમેશ માળી અને રમીલા જાગી જતા લીમડાના ઝાડ પર યુવકને લટકેલી હાલતમાં જોઈ ગયા હતા. તેમજ જેની જાણ અમરતભાઈને કરતા અમરતભાઈએ મોબાઈલમાં ઓડિયો ક્લીપ સાંભળતા ત્રણેય ડરી ગયા હતા, જેથી પોતે દુષ્પ્રેરણાના ગુનામાં આરોપી ન બને તેને લઈ અમરતભાઈ, રમેશભાઈ અને રમીલાબેન સાથે મળી લાશને સાયફનમાં નાખી પુરાવાનો નાસ કર્યો હતો. જેથી બનાસકાંઠા LCBએ બે વર્ષથી ગુમ થયેલા વ્યક્તિનો ભેદ ઉકેલી એક મહિલા સહીત ત્રણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાભર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી મામેલ રમેશભાઇ ઉર્ફ ઠાકરશીભાઇ સેધાજી ઠાકોર રહે.સુથારનેસડી ભાભરવાળો છેલ્લા બે વર્ષથી ગુમ છે અને આજદિન સુધી મળી આવેલ ન હોઇ જે વણશોધાયેલ ગુમના કામે એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી ગુમ થનારને શોધી કાઢવા ખાનગી બાતમી હકિકતથી તેમજ ટેક્નીકલ સર્વેલન્સના આધારે જાણવા મળેલ કે, ગુમ થનાર રમેશભાઇ ઉર્ફ ઠાકરશીભાઇ સેધાજી ઠાકોર રાત્રીના સમયે રમેશભાઇ સંગ્રામભાઇ માળી નેસડા ચેમ્બુઆ ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘરના પાછળના ભાગે લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ હતો.
જેની લાશ અમરતભાઇ ખેતાભાઇ તેમજ રમેશભાઇ સંગ્રામભાઇ ગેહલોત માળીએ લાશને નીચે ઉતારી કોથળામાં પુરી બંને ભેગા મળી અમરતના બાઇકમાં નેસડા-ચેમ્બુઆ રમેશના ખેતરેથી થરાદ કેનાલ ભાપી-વામી વચ્ચે પહોચી કોથળામાંથી લાશ બહાર કાઢી સાયફનમાં નાખી દીધી હતી.તેમજ મરણ જનારનો મોબાઇલ છુપાવી અલગ-અલગ સ્થળે અને સમયે અમરત તેમજ રમેશ બંને જણાઓ અમરતના મોટર સાયકલ ઉપર વાવથી મોબાઇલ લઇ જઇ થોડાક સમય માટે મોબાઈલ ઓપરેટ કરી મરણજનાર જીવતો હોઇ તેવું સાબીત કરવા તેમજ આત્મહત્યાના દુષ્પેરણના ગુનામાં બચવા પોલીસને ગેર માર્ગે દોરવા તેમજ પુરાવાનો નાશ કર્યો હતો. જોકે, બનાસકાંઠા LCB એ ત્રણને પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. જેથી ભાભર પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ
(1) અમરતભાઇ ખેતાભાઇ જાતે ખરડોલા (બ્રાહ્મણ) રહે.ગામ ભાચલી તા.વાવ
(2) રમેશભાઇ સંગ્રામભાઇ જાતે ગેહલોત (માળી)
(3) રમીલાબેન રમેશભાઇ જાતે ગેહલોત (માળી) બંને રહે.ગામ નેસડા ચેમ્બુઆ