પાવીજેતપુર સનરાઈઝ હાઇસ્કુલ નું એચએસસી વિજ્ઞાન પ્રવાહનું ૩૬.૭૩ ટકા પરિણામ
પાવીજેતપુર સનરાઈઝ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલનું એચએસસી વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ ૩૬.૭૩% આવવા પામ્યું છે.
પાવીજેતપુર સનરાઈઝ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ના વહીવટ કરતા કુણાલભાઈ શાહે જણાવ્યા મુજબ ૪૯ વિદ્યાર્થી માંથી ૧૮ વિદ્યાર્થીઓ પાસ થતાં ૩૬.૭૩% પરિણામ આવવા પામ્યું છે. જેમાં અસ્મિતાબેન અરવિંદભાઈ રાઠવા ૬૫૦ માંથી ૪૬૨ ગુણ સાથે ૭૧.૦૭ ટકા મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે રિયાબેન ઉદેશીંગભાઇ રાઠવા એ ૬૫૦ માંથી ૪૦૪ ગુણ સાથે ૬૨.૧૫ ટકા મેળવી દ્વિતીયા સ્થાન પ્રાપ્ત કર્યું છે. રૂત્વી સન્મુખભાઈ બારીયા ૬૫૦ માંથી ૩૯૬ ગુણ સાથે ૬૦.૯૨ ટકા લાવી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં ઉતીર્ણ થતા તમામ બાળકોને આચાર્ય અભિનંદન પાઠવ્યા હતા તેમજ નપાસ થયેલા વિદ્યાર્થીઓને વ)ધું મહેનત કરી આગળ વધવા જણાવ્યું હતું.