બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી આઇસર ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ મળેલી બાતમી હકીકત આધારે કાણોદર છાપી હાઇવે સોનલ પાર્ક સામેથી શંકાસ્પદ ટ્રક રોકાવી તપાસ કરતા એરંડાની આડમાં સંતાડીને લઈ જવાતો 27 લાખ 98 હજાર રૂપિયાનો દારૂ LCB એ ઝડપી પાડ્યો હતો. તેમજ રાજસ્થાનના ટ્રક ચાલકની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલક તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત 3 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી પોલીસ સ્ટાફના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત મેળવી કાણોદર-છાપી હાઇવે સોનલ પાર્કની સામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી એક શંકાસ્પદ આઇસર ટ્રક નં.GJ.08.AU.6264 રોકાવી તપાસ કરતા જેમા એરંડાની બોરીઓની આડમા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બિયરની પેટી નંગ-707 તથા છુટક બોટલ બોટલો 24 મળી કુલ બોટલ બિયર બોટલો 31340 જેની કિંમત 27 લાખ 98 હાજર 856 રૂપિયાનો દારૂ સહીત એરંડા ભરેલ બોરી 65 જેટલી કુલ મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક લીલસિંહ ગુલાબસિંહ સોઢા રાજપુત રહે.ગામ.બુઢ મૌલવી કાતલા ચૌહટન બાડમેર રાજેસ્થાન વાળાની અટકાયત કરી દારૂનો જથ્થો મોકલનાર પ્રદીપભાઇ રહે.શિરોહી તેમજ દારૂનો જથ્થો મંગાવનાર મૌલીક ઉર્ફ પપ્પુ જગદીશ પટેલ રહે.અમદાવાદ વાળાઓ વિરુધ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેસન ખાતે ધી પ્રોહીબિસન એકટ મુજબની કાર્યવાહી કરી આગળ ની તપાસ હાથ ધરી છે.